Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજયમાં નવરાત્રી પર્વ દરમ્યાન રાત્રે ૧ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવા વિચારણા

અમદાવાદ, તા.૨૧: રાજયમાં નવરાત્રિ પર્વ શરૂ થતાં જ આયોજકો લાખ્ખો રૂપિયા ની કમાણી કરતા હતા અને માતાજી ના ગરબા ના નામે મોટા વ્યવસાયિક આયોજનો કરી મોટી કમાણી કરતા હતા તે કોરોના માં બંધ થઈ ગયુ છે અને અસ્સલ પહેલા ની જેમ શેરી ગરબા અને જવારા નું સ્થાપન -પૂજા વગરે ચાલુ રહેતા બાળકો વર્ષો અગાઉ ની જૂની પરંપરા થી વાકેફ થયા છે ત્યારે ચાલુ વર્ષે પણ સરકારે કોમર્શિયલ રાસ - ગરબા માટે મંજૂરી આપી નહીં હોવાથી પાર્ટી પ્લોટમાં ગરબા નહીં યોજાય. નોંધનીય છે કે કોરોના પહેલાં પાર્ટી પ્લોટ અને કલબોમાં યોજાતા ગરબા માટે પાસ સિસ્ટમ પણ હતી. ગરબા રસિકો સતત ૯ દિવસના પાસ લઈ લેતા હતા. આ ઉપરાંત આયોજકોને ટીકીટ જાહેરખબર મળતા આવક થતી હતી આ સિવાય નવરાત્રી અગાઉ ખાસ ગરબા કલાસ ચાલતા હતા તેમજ ડીજે,ગાયકો વગરે આખી ચેઇન હતી જે હાલ ઠપ્પ છે.
હાલમાં મોટા શહેરોમાં રાતે ૧૧ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ છે. જો કે જન્માષ્ટમી પર્વ માં સરકારે ૧ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુકિત આપી હતી તે જોતા નવરાત્રીમાં પણ સોસાયટીઓમાં ગરબા રમવા માટે સરકાર નવરાત્રી દરમિયાન પણ રાતે ૧ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુકિત આપશે તેમ માનવામાં આવી રહ્યુ છે.

 

(11:17 am IST)