Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

દક્ષિણ ગુજરાત પંથકમાં ૨.૫ ઇંચ : ઉત્તર ગુજરાતમાં ૨ ઇંચ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના ૨૮ જિલ્લાના ૧૪૧ તાલુકાઓમાં ૪ ઇંચ સુધીનો વરસાદઃ કવાંટ,બારડોલી અને મહુવા અનરાધાર ૪ ઇંચ : કચ્છમાં માત્ર ઝરમર ઝાપટાઃ રાજ્યમાં સીઝનનો સરેરાશ કુલ વરસાદ ૭૭ ટકા થયો

 (જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી) તા.૨૧, ભાદરવા માસના પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના ૨૮ જિલ્લાના ૧૪૧ તાલુકાઓમાં ઝરમર થી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જેમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં વરસાવ્યાનું જણાય છે.

    ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો કવાંટ અને બારડોલી ૯૩ મિમિ, મહુવા ૯૧ મિમિ, નડિયાદ ૮૦ મિમિ,બોડેલી અને છોટાઉદેપુર  ૭૪-૭૪ મિમિ,માતર ૭૧ મિમિ,ધોળકા ૬૬ મિમિ,જોટાણા ૬૪ મિમિ, વાસો  ૬૦ મિમિ, સાણંદ અને સોજીત્રા ૫૬-૫૬મિમિ, ડેડીયાપાડા ૫૫ મિમિ,ગણદેવી ૫૪ મિમિ, જેતપુર-પાવી અને ઉમરપાડા ૫૨-૫૨ મિમિ વરસાદ નોંધાયેલ છે.

  આ ઉપરાંત ઊંઝા અને પલસાણા ૪૯-૪૯ મિમિ, સાંજેલી ૪૪ મિમિ, વિસનગર ૪૩ મિમિ, દેસર ૪૧ મિમિ, દહેગામ ૩૮ મિમિ, ગોધરા ૩૭ મિમિ, સંખેડા ૩૬ મિમિ,  કડી, નસવાડી અને તિલકવાડા ૩૪-૩૪ મિમિ, મહુધા ૩૩ મિમિ, ઉમરેઠ અને આહવા ૩૧-૩૧ મિમિ, ગલતેશ્વર ૩૦ મિમિ, અંકલેશ્વર અને નાંદોદ ૨૯-૨૯ મિમિ, દશકોઇ, આણંદ, જાંબુઘોડા, ભરૂચ અને માંડવી ૨૭-૨૭ મિમિ, અમીરગઢ અને અમદાવાદ સીટી તથા વાઘોડિયા ૨૬-૨૬ મિમિ વરસાદ નોંધાયો છે.

તેમજ કુકરમુન્ડા ૨૪ મિમિ, મહેસાણા, પોસીના ખેડા અને ચીખલી ૨૧-૨૧ મિમિ, પાટણ અને વઘઇ ૨૦-૨૦ મિમિ,ખંભાત અને નેત્રંગ ૧૯-૧૯ મિમિ, ખેડબ્રહ્મા, કઠલાલ અને બાલાસિનોર ૧૮-૧૮ મિમિ, વિજાપુર, કલોલ, બાવળા, ઉચ્છલ અને કામરેજ ૧૭-૧૭ મિમિ,ઠાસરા ૧૬ મિમિ, મહેમદાબાદ, ઝઘડિયા અને ધરમપુર ૧૫-૧૫ મિમિ વરસાદ નોંધાયેલ છે

આ ઉપરાંત રાજ્યના ૭૮ તાલુકાઓમાં ઝરમરથી ૧૪ મિમિ સુધીનો હળવો વરસાદ નોંધાયો છે. 

(11:47 am IST)