Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજયભરમાં આ મહિનો વરસાદથી ભરપૂર : ચોમાસુ વિદાયમાં વિલંભ થશે

રાજસ્થાન ઉપર છવાયેલ સિસ્ટમ્સની અસરથી હાલનો રાઉન્ડ ઘણો લાંબો ચાલશે : ગુજરાત કરતાં સૌરાષ્ટ્ર- કચ્છમાં થોડો ઓછો પણ અલગ- અલગ દિવસે હળવાથી મધ્યમ, ભારે કે અતિભારે વરસાદ જોવા મળશેઃ ઓગષ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં પણ વરસાદની ગતિવિધીમાં વધારો થશે

રાજકોટઃ રાજયમાં આ મહિનામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સટાસટી બોલાવી છે. હજુ પણ આખો મહિનો રાજયભરમાં વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાત કરતાં સૌરાષ્ટ્ર- કચ્છમાં વરસાદનું થોડું ઓછું પ્રમાણ રહેશે પરંતુ અલગ- અલગ દિવસે હળવાથી મધ્યમ, ભારે કે અતિભારે વરસાદ જોવા મળશે. તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.

એક અપર એર સાઈકલોનિક સરકયુલેશન ૫.૮ કિ.મી.ના લેવલ સુધી મધ્ય પૂર્વ રાજસ્થાન વિસ્તાર આસપાસ સક્રીય છે.  એક ૫.૮ કિ.મી.ના લેવલ સુધીનું અપરએર સાઇકલોનિક પશ્ચિમ બંગાળ લાગુ વિસ્તાર પર સક્રીય છે.

ચોમાસુ ધરીનો પશ્ચિમી છેડો તેની નોર્મલ સ્થિતિની દક્ષિણમાં આવેલો છે અને તેનો પૂર્વીય છેડો તેની નોર્મલ સ્થિતીની નજીક છે.આગાહી દિવસો દરમ્યાન ચોમાસુ ધરી નોર્મલ કે તેની દક્ષિણે રહેશે.

આગામી ૨૫ તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક વધુ સિસ્ટમ્સ આકાર પામશે.

હાલ ધણા દિવસ થયા એક પછી એક વરસાદી સિસ્ટમ્સની અસર હેઠળ વધતા ઓછા વિસ્તારમાં વરસાદી માહોલ અક બંધ રહ્યો છે.

 હાલના અનુમાન મુજબ હાલનું રાજસ્થાન પર છવાયેલ  અપર એર સાયકલોનિક સરકયુલેશન અને તેના ટ્રફ , કે બ્રોડ સરક્યુલેશનની અસર ઉપરાંત સંભવિત લો પ્રેશર અસર હેઠળ હાલનો રાઉન્ડ ઘણો લાંબો ચાલશે.

વેધરની ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે ગુજરાતના ભાગોમાં વરસાદની ઘટ વધુ હતી. ગુજરાતના ભાગોમા આ રાઉન્ડ સારો રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ માટે થોડોક ઓછો છતા પણ એકંદરે રાજ્યના વિસ્તારોમાં અલગ અલગ દિવસે હળવો મધ્યમ ભારે કે અતિભારેથી વધુ વરસાદ જોવા મળશે. જનરલ બધાનો વારો આવી જશે.તા.૩૦ સપ્ટેમ્બર સુધી અલગ અલગ સિસ્ટમ્સની અસર સ્વરૂપ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં વરસાદની માત્રા અને વિસ્તારની ઘટ વધ સાથે વરસાદી માહોલ ચાલુ જ રહી શકે છે.

  ઓગસ્ટ માસ તારણ આપેલ કે ઓગસ્ટ એન્ડથી વરસાદી ગતિ વિધી વધશે. સપ્ટેમ્બર માસમાં એક પછી એક લોપ્રેસર બનવાનું ચાલુ રહી શકે છે. અત્યાર સુધીએ મુજબ જ જોવા મળી રહ્યુ છે.

આગોતરૂ એંધાણઃ વધુ એક મજબુત સિસ્ટમ્સ બને તેવી શકયતા છે.

(11:48 am IST)