Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

હવે અંબાજી મંદિરમાં આધુનિક કેમેરાથી રખાશે નિગરાણી

રાજ્યમાં પહેલીવાર ખાસ પ્રકારના કેમેરાથી મંદિરની સુરક્ષા

પાલનપુર,તા.૨૧: શકિતપીઠ અંબાજીમાં રોજેરોજ આવતા શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે પ્રશાસને આધુનિક ટેકનીક આધારિત કેમેરા લગાવ્યા છે. રાજ્યમાં આવા કેમેરાથી મંદિરની સુરક્ષા બાબતે અંબાજી મંદિર પહેલુ છે. વિશ્વની ઉચ્ચતમ ટેકનીક આધારિત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ હાલ તો પ્રાયોગિક સ્તરે ઉપયોગ શરૂ કરાયો છે.

આ કેમેરાની ખાસિયત એ છે કે તે હાઇરીઝોલ્યુશન આધારિત ઓડીયો વીડીયો કલાઉડ સીસ્ટમ પર રેકોર્ડીંગ થાય છે. આ કેમેરાને સુરક્ષા અધિકારી પોતાના શરીર પર લગાવે છે જેથી કોઇ સ્થળનું લાઇવ ઓડીયો વીડીયો રેકોર્ડીંગ સીસ્ટમમાં એકત્રિત થાય છે. તેને હટાવી નથી શકાતું. કેમેરાના સોફટવેર સહિત હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સુરક્ષા ઉપકરણો લગાવવામાં આવ્યા છે. સંદિગ્ધ વ્યકિતઓ પર આના દ્વારા ચાંપતી નજર રાખી શકાય છે.અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના પ્રશાસક અને નાયક કલેકટર સુધેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતીમાં કેમેરાનું નિર્દેશન કરાયું હતું.સાથે જ સુરક્ષા કર્મીઓને ટ્રેનિંગ પણ અપાઇ હતી.

(1:06 pm IST)