Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજપીપળા પાસે આવેલ કરજણ ડેમ માંથી પાણી છોડાયું : કાંઠા વિસ્તારો એલર્ટ કરાયા

કરજણ ડેમ માંથી તબક્કાવાર ૫૦ હજાર ક્યુસેક પાણી છોડાશે : રુલ લેવલ જાળવવા પાણી છોડાઈ રહ્યું છે

નર્મદા જિલ્લા તેમજ આસપાસના વિસ્તારો માં સિંચાઈ માટે આશીર્વાદ રૂપ એવા કરજણ ડેમ માં પાણીની ભરપૂર આવક થઈ રહી છે ત્યારે કરજણ ડેમ છલોછલ ભરાયો છે આજે કરજણ ડેમ માંથી તબક્કાવાર ૫૦ હજાર ક્યુસેક પાણી છોડાઈ રાહયુ છે ત્યારે કાંઠા વિસ્તારો ને એલર્ટ કરાયા છે

કરજણ ડેમ ની સંપૂર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર છે તા. ૨૧.૦૯.૨૦૨૧ ના રોજ હાલ ડેમ માં પાણી નું લેવલ ૧૧૩.૪૦ મીટરે પોહોચ્યું છે ડેમ માં જીવંત પાણી નો જથ્થો ૪૬૧.૩૧ મિલિયન ક્યુબીક મિટર છે કરજણ ડેમ હાલ આશરે ૯૦% જેટલો ભરાયો છે ડેમ માં પાણીનું લેવલ જાળવવા માટે આજે તબક્કાવાર પાણી છોડાશે જેથી કરજણ નદીના કાંઠા વિસ્તારો ને એલર્ટ કરાયા છે અને રાજપીપળા પાસેનો નદી કિનારો બે કાંઠે જોવા મળી રહ્યો છે ચાલુ વરસાદી સિઝન માં કરજણ નદી પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ છે તયારે લોકો પણ આ નજારો જોવા ઉમટી પડ્યા હતા

(1:15 pm IST)