Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની વન ડે- બેટિંગ જાંબુઘોડામાં ૬ કલાકમાં ૬ ઈંચ ખાબકયો

બોડેલી અને જેતપુર પાવી ૬ કલાકમાં ૫ ઈંચ વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી) તા.૨૧: ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા રહી રહી ને ટાર્ગેટ પૂરો કરવાના મૂડ માં જણાય રહ્યા છે આજે સવારથી મેઘરાજા પૂર્વ અને મધ્ય ગુજરાત પંથકમાં અનહદ હેત વરસાવી રહ્યા છે.

    ફ્લડકંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્યા થી લઇ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડાને જોઈએ તો જાંબુઘોડા ૧૫૦ મિમિ,બોડેલી ૧૨૬ મિમિ,જેતપુર પાવી ૧૧૦ મિમિ,વાલિયા ૬૮ મિમિ,ડેડીયાપાડા ૬૬ મિમિ, કવાંટ ૬૧ મિમિ, નડિયાદ ૫૯ મિમિ, વાઘોડિયા ૫૨ મિમિ,માંગરોળ ૪૯ મિમિ, ઉમરેઠ ૪૮ મિમિ, વાસો ૪૬ મિમિ અને જંબુસર ૪૫ મિમિ વરસાદ નોંધાયેલ છે.

 આ સિવાય રાજ્ય ના અન્ય ૯૧ તાલુકાઓ ઝરમર થી ૪૪ મિમિ સુધી નો વરસાદ નોંધાયેલ છે.

(2:57 pm IST)