Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અંબાજી માતાના લાખો ભકતોની સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજી કામે લગાડેલ : તરુણ દુગ્ગલ

શકમંદ ગુનેગાર કે ઉગ્રવાદીઓ પ્રવેશે તો તેમના ફોટા સાથે ફેસ રેકોગનાયઝ મશીન પર બીપ... બીપ...ના સાથે સાવધાન કરે તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરેલ : મંદિર સુરક્ષા વ્યવસ્થામાં સહુ પ્રથમ વખત અદભૂત બોડી વેનૅ કેમેરા કાયમી ધોરણે મંદિર પ્રશાસન અને અન્ય તંત્ર સાથે સંકલન કરી લગાડવામાં આવેલ : બોર્ડર રેન્જ વડા જે.આર. મોથલિયા જેવા બહોળા અનુભવી સાથે મસલત કર્યાં બાદ ફૂલપ્રુફ સુરક્ષા વ્યવસ્થા સફળ બનીઃ એસપી બનાસકાંઠા 'અકિલા' સમક્ષ ૧૫ દિવસ દરમિયાન અંબાજી મંદિરે દર્શન માટે આવેલ ૪૦ લાખ ભકતોની સુરક્ષા વ્યવસ્થા અંગે અત થી ઇતિ સુધીની બાબતો વર્ણવે છે.

રાજકોટ તા. ૨૧, પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ વિશ્વભરના ભાવિકોની આસ્થાના પ્રતીક સમા અંબાજી માતાના દર્શન સાથે ભાદરવી પૂનમે યોજાતો મહામેળો રદ થવા છતાં છેલ્લા ૧૫ દિવસમાં ૪૦ લાખ લોકો ઉમટી માતાના દર્શન કર્યા અને છેલ્લા ૬ દિવસ દરમિયાન ૬ લાખથી વધુ લોકો ઉમટ્યાં હતાં. ત્યારે ભાવિકોની લાગણી ન દુભાય અને પ્રવર્તમાન અફઘાનિસ્તાનમાં સર્જાયેલ હાડમારી અને તાલિબાની દ્વારા હુમલા વિગેરે બાબત ધ્યાને લઈ બોર્ડર વડા જે.આર. મોથલીયાના જેવા ખૂબ અનુભવી આઇપીએસ અધિકારિના માર્ગદર્શન હેઠળ અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર રચવામાં આવેલ.                         

 ઉકત બાબતે બાનાસકાંઠા એસપી    તરૂણ દુગ્ગલ દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે, અંબાજી માતા પ્રત્યે લોકોની શ્રદ્ધા અને આસ્થા ધ્યાને લઇ અન્યતંત્ર તથા મંદિર પ્રશાસન સાથે સંકલન કરી સંભવિત ભીડ ધ્યાને લઈ ગુનેગારો પોતાના કરતબ બતાવવા આવ્યા વગર નહિ રહે તે બાબત ધ્યાને લઇ રેન્જ વડા સાથે ચર્ચા કરી ફેસ રેકોગનાયસ મશીન મૂકવામાં આવેલ.   

 વિવિઘ બંદોબસ્ત સંભાળી ચૂકેલા આ એસપી દ્વારા વિશેષમાં જણાવેલ કે અમારો આ પ્રયોગ સફળ બન્યો અને ઘણા આદતસે મજબૂર એવા ચેન સ્કનેચર ,પોકેટ માર તથા અન્ય ગુનેગારો ઝડપાઇ ગયા હતા.               

એસપી તરૂણ દુગ્ગલ દ્વારા વિશેષમાં એવું પણ જણાવેલ કે મંદિર  સુરક્ષા માટે સહુ પ્રથમ વખત બોડી વેન કેમેરા પણ મૂકવામાં આવ્યા છે, જે ગુજરાત મંદિર સુરક્ષા માટે સહુ પ્રથમ બાબત છે. ફરજ પરના સ્ટાફ દ્વારા તેમના ખભ્ભે લાગતા આ કેમેરા દ્વારા તમામ બાબતોના ફોટા પડી જાય છે, અને રેર્કોડિંગ પણ થાય છે, કોઈ ભાવિક દ્વારા પોલીસ સામે કે અન્ય સામે કોઈ પ્રકારે આરોપ લાગે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી એસ કેમેરા દ્વારા થાય છે.               

 ફેસ રેકોગનાઇસ મશીનમાં ગુનેગારોના ફોટો સાથેના ડેટા ફિટ કરવામાં આવે છે,જયારે પણ કોઈ ગુનેગાર તત્વો પ્રવેશે ત્યારે તુરત બીપ બીપ એવા અવાજ સાથે ગુનેગારનો ચહેરો ઉપસી આવે છે તે લગાડેલ. એમ પણ બહાર આવ્યું છે કે કેટલાક ઉગ્રવાદીઓના ફોટા અને ડેટા પણ ફેસ રેકોગનાયસ મશીનમાં કેદ હોવાથી આવા તત્વો પણ ત્યાં પ્રવેશવા પ્રયાસો કરે તો તે પણ મશીન ચાડી ખાઈ તેવી અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.

 અત્રે એ યાદ રહે કે બોડી વેરન કેમેરા સહિતના આધુનિક સુરક્ષા સાધનોના આવિષ્કાર માટે ગુજરાતના હાલના લો એન્ડ ઓર્ડર વડા અને વિશ્વાસ પ્રોજેકટ કે જે ગુજરાતની આન બાન સમો છે તેના સ્વપ્ન દૃષ્ટા નરસિંહમા કોમાર દ્વારા કરવામાં આવેલ જેની નોંધ ગુજરાત સરકાર અને કેન્દ્ર દ્વારા લેવામાં આવી હતી.

(3:50 pm IST)