Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

આણંદ:યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજારવાના આરોપસર અદાલતે નરાધમને ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા

આણંદ : તબીબ તથા વકીલાતના વ્યવસાયને લાંછન લગાડતી ઘટના આણંદ જિલ્લામાં ઘટવા પામી છે. આણંદના તબીબ તેમ એક ફોટોગ્રાફર અને અમદાવાદના વકીલને આણંદ સાયબર ક્રાઈમ પોલીસે એક યુવતીને બ્લેકમેઈલ કરી અવાર-નવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ઝડપી પાડી ત્રણેયને આણંદની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. રીમાન્ડ દરમ્યાન અન્ય ચોંકાવનારી વિગતો ખુલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાની એક ૨૨ વર્ષીય યુવતીને આણંદ શહેરના ફોટોગ્રાફર તરીકે કામ કરતા ૩૨ વર્ષીય સંદીપ ચંદ્રશેખર તરકે પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે ઝઘડો કર્યો બાદ અગાઉ પાડેલ યુવતીના નગ્ન ફોટો અને વીડીયો વાયરલ કરવાની ધમકી આપી તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સંદીપે અમદાવાદ ખાતે રહેતા પોતાના મિત્ર અને વ્યવસાયે વકીલ પ્રદ્યુમનસિંહ બીપિનભાઈ ગોહિલને અંગે વાત કરતા વકીલે યુવતીને સાંત્વના આપ્યા બાદ તેણી સાથે મિત્રતા કેળવી નગ્ન ફોટોને આધારે યુવતીને બ્લેકમેઈલ કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બોરસદ તાલુકાના દેદરડા ગામે ફરજ બજાવતા તબીબ ર્ડા.મેહુલ પ્રજાપતિએ પણ વિડીયો તથા ફોટોગ્રાફ્સને આધારે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્રણેય શખ્શોના ત્રાસથી કંટાળી ગયેલ યુવતીએ આખરે આણંદ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ પ્રદ્યુમનસિંહ બીપીનભાઈ ગોહિલ (રહે.અમદાવાદ), સંદીપ ચંદ્રશેખર તરકે (રહે.જીવનદીપ સોસાયટી, આણંદ) અને તબીબ મેહુલ મણીભાઈ પ્રજાપતિ (રહે.દેદરડા, બોરસદ)ને ઝડપી પાડયા હતા.

(5:23 pm IST)