Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સુરત:ઉઘના-મગદલ્લા વિસ્તારમાં સાત કારખાનેદારો પાસેથી જોબવર્ક કરાવી રાતોરાત દુકાનને તાળા મારી ભાગીદાર સહીત બે દલાલ ફરાર

સુરત: ઉધના-મગદલ્લા રોડ સ્થિત નંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં 8 મહિના અગાઉ વિનાયક ક્રિએશન અને ટી.વી. લાલવાલા નામે એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવતા પરેશ બળવંતરામ લાલાવાલા (ઉ.વ. 63 રહે. પાયોનિયર ડ્રીમ્સ, વડોદ-ભીમરાડ રોડ) એમ્બ્રોઇડરી જોબવર્ક દલાલ રીયાજ લાલાભાઇ પટેલ (રહે. 122, રૂમ નં. 41, શાંતિનગર, મઢીની ખમણી પાસે, ઉધના) અને ઝુબેર હસ્તક સાડી વેપારી સુમીત ભરત પાટીલ અને ગોપાલ ઉર્ફે શિવચરણ બૈરાગી સાથે પરિચય કરાવ્યો હતો. રીંગરોડ માલિની વાડી નજીક દુર્ગા ટેક્સટાઇલ્સ અને દુર્ગા ફેશન નામે ભાગીદારીમાં વેપાર કરતા સુમીત અને ગોપાલે શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચુકવી સાડી એમ્બ્રોઇડરી જોબવર્કનું કામ કરાવ્યું હતું. ત્યાર બાદ 20 સપ્ટેમ્બરથી એપ્રિલ 2021 દરમિયાન ટુક્ડે-ટુક્ડે રૂ. 13.95 લાખનું જોબવર્ક કરાવ્યું હતું. પરંતુ તેનું પેમેન્ટ સમયસર ચુકવ્યું હતું અને રાતોરાત દુકાનને તાળા મારી સુમીત અને ગોપાલ ભાગી ગયા હતા. બંને વેપારીએ માત્ર પરેશ લાલવાલાને નહીં પરંતુ અન્ય કારખાનેદાર પરેશ બોરડને રૂ. 5.47 લાખ, રાજેશ બચકાનીવાલાને રૂ. 27,10 લાખ, ભગવાન દેવાણીને રૂ. 33.42 લાખ, જ્યંતિ કાપડીયાને રૂ. 13.32 લાખ, નરેન્દ્ર કાપડીયાને રૂ. 3.24 લાખ અને વિનોદકુમાર નિશાદને રૂ. 1.65 લાખ મળી કુલ 84.50 લાખ મળી કુલ રૂ. 98.45 લાખમાં ઉઠમણું કર્યાની ફરિયાદ નોંધાવી છે.

(5:27 pm IST)