Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અમદાવાદમાં મચ્છરજન્ય તોગચાળો વકર્યો : ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો : છેલ્લા 18 દિવસમાં 427 કેસ નોંધાયા

સાદા મેલેરિયાના 165, ઝેરી મેલેરિયાના 12, ડેન્ગ્યૂના 427 અને ચીકનગુનિયાના 183 કેસ નોંધાયા :આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ચારથી પાંચ ગણી

અમદાવાદ :શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ આજે જાહેર કરેલા આંકડા મુજબ, તા.1થી 18 સપ્ટેમ્બરના 18 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના 165, ઝેરી મેલેરિયાના 12, ડેન્ગ્યૂના 427 અને ચીકનગુનિયાના 183 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં નોંધાયેલા 427 કેસ પૈકી 250 કેસ તો છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે. અમદાવાદમાં આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ચારથી પાંચ ગણી માનવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ નવ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસો વધારે આવતાં હોવાથી તે વિસ્તારોમાં તપાસ કરી હતી તો મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. ઉપરોક્ત 18 દિવસમાં ઝાડાઉલ્ટીના 218, કમળાના 144 અને ટાઇફોઇડના 211 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ જણાવ્યું હતુ કે, છેલ્લા અઠવાડિયા એટલે કે, તા.1થી 18 સપ્ટેમ્બર દરમિયાન કુલ 250 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે.

 

અમદાવાદમાં રોગચાળાના આંકડા ( તા.1થી 18 સપ્ટેમ્બર 2021)

રોગ                         કેસ

સાદા મેલેરિયા         165

ઝેરી મેલેરિયા           12

ડેન્ગ્યૂ                       427

ચીકનગુનિયા           183

ઝાડાઉલટી              208

કમળા                      144

ટાઇફોઇડ               211

(6:37 pm IST)