Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજ્યના નગરોમાં પાણી-લાઇટ-ગટર-રસ્તા જેવા બેઝિક નીડ-મૂળભૂત જરૂરિયાતના કામોની સ્થિતી અંગે વિસ્તૃત જાણકારી મેળવી માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો તથા અધિકારીઓની બેઠક ગાંધીનગરમાં યોજીને આ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.

તેમણે નગરોમાં લાઇટ, પાણી, ગટર અને રસ્તા જેવા બેઝીક નીડ મૂળભૂત જરૂરિયાતના કામોની સ્થિતી અંગે જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે રૂ. ૧૩૪૯૨ કરોડ શહેરી વિકાસના બજેટમાં ફાળવેલા છે તેની તેમજ રૂ. ૪૬૧૨ કરોડ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવાયા છે તેના કામોની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી
  ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ શહેરી વિકાસ વિભાગની સર્વગ્રાહી કામગીરી, પ્રેઝન્ટેશન શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ  મૂકેશ પૂરીએ કર્યુ હતું
રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.

(8:16 pm IST)