Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જીપીએસસી દ્વારા વર્ગ 1-2-3ની 215 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા યોજાશે: 28 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે.

વર્ગ-1ની 73, વર્ગ-2 110, નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની 15 જગ્યા, DySPની 8, સહાયક રાજ્ય વેરા કમિશનરની 48, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની 10 જગ્યા માટે ભરતી

અમદાવાદ : ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15 જગ્યા, નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી)ની કુલ 8, જિલ્લા નાયબ રજીસ્ટ્રારની કુલ 1, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 1, એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 1, સરકારી શ્રમ અધિકારીની 2, રાજ્યવેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ એમ કલાસ 1 અને 2 ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

રસ ધરાવતા ઉમેદવારો 28/9/2021 થી 13/10/2021 (બપોર 1.00 વાગ્યા સુધી) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.
જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા 12/12/2021ના રોજ લેવાશે. જેમાં 3 કલાકમાં 200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો હશે. જેનું પરિણામ જાન્યુઆરી 2022માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો જે 3 કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી-ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.

(8:28 pm IST)