Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજ્યના ટેકનીકલ શિક્ષણમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓને ઉપયોગી એવી માહિતી પુસ્તિકાનું વિમોચન કરતા શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

પુસ્તિકા વાલી તથા વિદ્યાર્થીઓને મદદરૂપ સાબિત થશે

અમદાવાદ :શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર હેઠળની ટેકનીકલ શિક્ષણ હસ્તકની એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા વિવિધ ટેકનીકલ અભ્યાસક્રમોના પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

આજરોજ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી (ઉચ્ચ અને ટેકનીકલ) કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે રાજ્યના ટેકનીકલ શિક્ષણમાં પ્રવેશ ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી એવી માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવેલ. ઉક્ત વિમોચનમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, નિયામક ટેકનીકલ શિક્ષણ જી.ટી.પંડ્યા, સભ્ય સચિવ પ્રવેશ સમિતિ ડો. રાજુલ ગજ્જર અને અન્ય પ્રવેશ સમિતિના અધિકારી ઉપસ્થિત રહયા હતા. 

વર્ષ ૨૦૨૧માં પ્રથમ વખત શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની પુસ્તિકા રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થઇ શકે તે રીતે સંકલિત કરીને વિદ્યાર્થીઓનાં માટે મુકવામાં આવેલછે. જેમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોના તમામ અભ્યાસક્રમોની વિગતવાર માહિતી, રાજ્ય ની તમામ ઈજનેરી સંસ્થાઓની બેઠકો, સંસ્થાઓની લેબોરેટરી અને અન્ય સંસાધનો ની વિગતો, વિવિધ એક્ર્ડીએશન તથા સંસ્થાની ટેકનીકલ ઇનોવેશન કાર્યક્રમોની માહિતી, હોસ્ટેલ તથા પ્લેસમેન્ટ અને સ્ટાર્ટઅપની વિગતો આપવામાં આવેલ છે. તદુપરાંત વિવિધ બ્રાન્ચની તલસ્પર્શી માહિતી આપવામાં આવેલ છે.

 શિક્ષણ મંત્રીના પ્રવેશ કાર્યવાહીના રીવ્યુ વખતે તેમજ આવનાર કાઉન્સેલિંગ પ્રક્રિયામાં જણાવવામાં આવેલ કે સદર માહિતી પુસ્તકમાં વિવિધ અભ્યાસક્રમોની ચોઈસ ફીલીગ અને અન્ય પ્રક્રિયા ની પણ માહિતી વિગતવાર આપવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓને રાજ્યની પ્રવેશ પ્રક્રિયા અને IIT, NIT ની પ્રવેશ પ્રક્રિયામાં પણ મદદરૂપ થશે.

તદુપરાંતરીવ્યુમાં રાજ્યની પ્રવેશ કાર્યવાહીમાં આ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એજ્યુકેશન પોલોસી નાં અમલવારીના ભાગરૂપે અને AICTE દ્વારા નિર્દિષ્ટ ઈજનેરી ની પ્રવેશ લાયકાતમાં આ વર્ષે ફેરફાર કરાયેલ તેની અસરો ચકાસવામાં આવેલ. જેમાં ઇજ્નેરી અભ્યાસક્રમોમાં આ વર્ષે પ્રવેશ પરીક્ષા આપેલ હોય તેવા ૩૬૨૧૬ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ. જે ગત વર્ષના ૩૦૯૨૩ રજીસ્ટ્રેશનની સાપેક્ષે નોધપાત્ર રીતે વધારે હતું. જેમાં આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા નેશનલ એજુકેશન પોલીસીનાં અમલીકરણ નાં ભાગરૂપે દેશમાં અગ્રેસર રહી અને તમામ પાસા ચકાસીને પ્રથમ વખત ગણિત વિષયના સ્થાને બાયોલોજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓને ઈજેનેરીના ૧૫ અભ્યાસ્ક્મોમાં પ્રવેશ માટે લાયક ગણીને તેમનો ઉક્ત કાર્યવાહીમાં સમાવેશ કરવામાં આવેલ છે. જે અન્વયે આવા બાયોલોજી ગ્રુપના ૧૩૯૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લીધેલ છે.

આવતીકાલે ડીગ્રી ઈજનેરી અભ્યાસક્રમનું પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. જે પ્રસંગે શિક્ષણ મંત્રીના જણાવ્યા અન્વયે આવનાર સમયમાં તમામ સંસ્થાઓની માહિતી સાથેની આ પુસ્તિકા વાલી તથા વિદ્યાર્થીઓને મદદરૂપ સાબિત થશે.તમામ વિદ્યાર્થીઓને આ પુસ્તિકા ઈ-બુકલેટ તરીકે પ્રાપ્ત થાય તે માટેના જરૂરી સૂચનો આપવામાં આવેલ. આ ૩૫૦ થી વધારે પેજની માહિતી પુસ્તિકાની ઈ-કોપી પ્રવેશ સમિતિની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

(10:12 pm IST)