Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

બારડોલીમાં 4 ઇંચ વરસાદથી ખાડીમાં પૂરની સ્થિતિ : એક દંપતીને ફાયર બ્રિગેડે બચાવ્યું

અનેક ઘરોમાં પાણી ભરાય ગયા હતા. સામાન બચાવવામાં એક દંપતી ઘરમાં ફસાયુ ગયું

બારડોલીમાં ગત રાત્રે ગાજવીજ સાથે વરસેલા ભારે વરસાદને કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી ખાડીમાં પૂર જેવી સ્થિત સર્જાય હતી. ગાંધી રોડ પર આવેલી રાજીવ નગરની ગલી નંબર 2માંથી પસાર થતી આ ખાડીમાં પાણીની સપાટી વધી જતાં અનેક ઘરોમાં પાણી ભરાય ગયા હતા. સામાન બચાવવામાં એક દંપતી ઘરમાં ફસાયુ ગયું હતું. જેને બારડોલી ફાયર બ્રિગેડે સુરક્ષિત બહાર કાઢ્યું હતું.

(10:13 pm IST)