Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વિધાનસભાનું બે દિવસના ટૂંકુ સત્રના દિવસો વધારવા કોંગ્રેસની માંગ : પ્રજાના અનેક પ્રશ્નો

કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં ભાજપ સરકારની સમાંતર સરકાર એટલે કે શેડો મિનિસ્ટ્રીની રચના કરવા નિર્ણય

અમદાવાદ :આગામી વિધાનસભા સત્રને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની બેઠક વિધાનસભા ખાતે મળી હતી. આ બેઠકમાં સરકારને ભીંસમાં લેવા માટે કોંગ્રેસે વ્યૂહરચના ઘડી કાઢી હતી. સાથોસાથ કેટલાંક ઠરાવો પસાર કર્યા હતા. જેમાં રાજયની પ્રજાના અનેક પ્રશ્નો હોવાથી બે દિવસ માટે યોજાનારું વિધાનસભાનું ટૂંકુ સત્રના દિવસો વધારવાની માંગ કરવા સહિતના અનેક ઠરાવોનો પણ સમાવેશ થાય છે.

બેઠક બાદ મીડીયાના પ્રતિનિધિઓને સંબોધતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભા કોંગ્રેસ પક્ષની ટીમ- 65 આગામી 13 મહિના એટલે 54 અઠવાડીયા નક્કર આયોજન સાથે આગળ વધશે. ભાજપની નિષ્ફ ળ નીતિઓને ઉજાગર કરવા ભાજપ સરકારની સમાંતર સરકાર એટલે કે શેડો મિનિસ્ટ્રી ની રચના કરશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષ આગામી ચોમાસુ સત્રમાં લોકોની વેદનાને આક્રમકતાથી વાચા આપવા, જનતાની સમસ્યાતના સમાધાન માટે નિષ્ઠાીપૂર્વક પ્રયાસ કરશે અને ભાજપના સળંગ અને સતત 25 વર્ષના શાસન પછી પણ તમામ મોરચે નિષ્ફાળ નીવડેલ અને રીમોટ કન્ટ્રોસલથી ચાલતી રૂપાણી સરકારને ઘરે બેસાડી નવા નિશાળીયાઓ મારફત ગુજરાતની પ્રજાને પુનઃ છેતરવાનો ભાજપ પક્ષ જે પ્રયાસ કરી રહ્યો છે તેમાંથી ગુજરાતની જનતા પોતાની સમસ્યારઓને વાચા આપવા અહિંસાના માર્ગે આંદોલનને આગળ ધપાવે તે માટે પ્રયાસ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર બે દિવસ માટે વિધાનસભાના ટૂંકા સત્રનું આયોજન થયું છે ત્યારે વિધાનસભા સત્રના દિવસો વધારવામાં આવે તેમજ કોરોના કાળમાં અકારણ શહીદ થયેલા કેટલાય કોરોના મૃતકને સામુહિક શ્રદ્ધાંજલિનો ઠરાવ લાવવાની પણ કોંગ્રેસ પક્ષે લાગણી અને માંગણી વ્યાક્ત કરી છે. તૌકતે વાવાઝોડામાં સહાયમાં વિસંગતતા અને વિલંબતાને નિવારવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેમજ તાજેતરમાં દેવભૂમિ-દ્વારકા, જામનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિિથી જે મોટી તારાજી સર્જાઈ છે તેનાથી લોકોના જાન-માલ, પશુધન, ઘરવખરી, ઉભા પાક, ખેતીની જમીનોને થયેલ નુકસાનનું રાજ્ય સરકાર સત્વથરે પારદર્શી રીતે વળતર ચૂકવે તે માટેનો પણ ઠરાવ પસાર કરવામાં આવ્યોન છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપના રાજમાં શિક્ષણનું ખાનગીકરણ, ફી માફીયાઓના આતંકમાંથી સામાન્યમ મધ્યેમવર્ગીય પરિવારોને બચાવવા માટે કોરોના કાળમાં તમામ સરકારી તથા ખાનગી શાળા-કોલેજોમાં છ માસની ફી માફ કરવાનો ઠરાવ કર્યો છે. પ્રાથમિક શિક્ષકોને સમાન ધોરણે જૂની પેન્શાન યોજના મુજબ પેન્શ ન ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે અને સ્કુ્લ ઓફ એક્સૂલન્સઓના બહાને સરકારી તિજોરીને લૂંટાવવા માટે સરકારે જે ષડયંત્ર રચ્યુંણ છે તેમાંથી ગુજરાતના ભવિષ્યસને બચાવવાની ચિંતા વ્યક્ત કરી છે.

કોવિડ ન્યાાય અભિયાન અંતર્ગત કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર્તા કોવિડ વોરીયર બની આગામી ત્રીજી-ચોથી કે પાંચમી લહેરમાં સામાન્યન માણસના જાનમાલના રક્ષણ માટે જાગૃતિ અભિયાનને આગળ વધારે, કોવિડ મૃતક પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર મળે, કોવિડના દર્દીઓને ખાનગી હોસ્પિવટલોમાં લૂંટાવું પડયું તેનું સંપૂર્ણ વળતર મળે, સામાન્યન માણસનો જીવ બચાવતા જે કોવિડ વોરીયર શહીદ થયા છે તેમના પરિવારજનોને સરકારી નોકરી મળવી જોઈએ. સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ભારે મોટી જાનહાનિનો ભોગ ગુજરાતના સામાન્યવ લોકો બન્યાસ છે. અંદાજે ત્રણ લાખ કરતાં વધુ લોકોએ કોરોના મહામારીમાં આરોગ્ય સુવિધાના અભાવે શહીદી વહોરવી પડી છે ત્યાારે સરકારની આ ગુનાહિત બેદરકારીની નિષ્પયક્ષ તપાસ થાય તે અંગે પણ વિધાનસભા કોંગ્રેસ પક્ષે ઠરાવ પસાર કર્યો છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકમાં સાંપ્રત સમસ્યાાઓના નિવારણ માટે બૃહદ્‌ ચર્ચા કરવામાં આવી હતી. આજે સાંપ્રત સમયમાં આર્થિક મંદીની મોકાણ છે, કાળઝાળ મોંઘવારી, વધતી જતી બેરોજગારી, સરકારી તંત્ર દ્વારા અત્યારચાર, સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાકચાર, પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના વધતા જતા ભાવ, કોવિડ પ્રોટોકોલના તમામ કેસ પરત ખેંચવા, માસ્ક્ના નામે થતી ઉઘાડી લૂંટ બંધ કરવા, કોરોના કાળ દરમ્યા્ન શૈક્ષણિક વર્ષદીઠ શાળા કોલેજોમાં અભ્યાાસ કરતા તમામ વિદ્યાર્થીઓની છ માસ સુધીની ફી માફ કરવા, કોરોના કાળ દરમ્યાશન સ્થાોનિક સ્વારાજ્યવની સંસ્થામ દ્વારા ઉઘરાવાતા સંપૂર્ણ કરવેરા માફ કરવા, કોરોના કાળ દરમ્યાાન ઘરવપરાશના વીજબિલમાં રાહત આપવી, ગ્રામીણ બસના બંધ થયેલ રૂટ સત્વમરે શરૂ કરવા, કૃષિ ઉપજના ટેકાના ભાવે ખરીદીનો કાયદો ઘડવા અને ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા રદ્દબાતલ કરવા, ગુજરાતનો ખેડૂત દેવાના બોજ નીચે દબાયેલો છે ત્યાતરે 36 લાખ કરતાં વધારે નાના અને સીમાંત ખેડૂતોના ખેતીવિષયક દેવા સંપૂર્ણ માફ કરવા, પાટીદાર સમાજનું નેતૃત્વા કરતા નવનિયુક્તન મુખ્યીમંત્રી વિધાનસભા સત્રમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેુડીયમનું નામ પુનઃ સરદાર પટેલ સ્ટે્ડીયમ તરીકે નામાભિધાન થાય તે અંગેના ઠરાવ પસાર કર્યા હતા.

સાબરમતી આશ્રમ આઝાદીના આંદોલનનું એકમાત્ર સંભારણું છે, તેની ઓળખ-વારસો અને સંસ્કાનરોનું જતન થાય તે માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષે ઠરાવ પસાર કર્યો છે. ફીક્સુ પગાર, કરાર આધારિત અને આઉટસોર્સીંગ કર્મચારીઓના શોષણને બંધ કરવા માટે પણ વિધાનસભા કોંગ્રેસ પક્ષે ઠરાવ પસાર કર્યો છે. સમાનતા અને સદ્‌ભાવનાના પાયા ઉપર ઉભું થયેલું ભારત અને ગાંધી અને સરદારના ગુજરાતમાં આવતા દિવસોમાં વર્ગવિગ્રહની સ્થિ તિને રોકવા માટે કોંગ્રેસ પક્ષ કટીબદ્ધ છે. જાતિ અને ધર્મ આધારિત કોઈપણ કટ્ટરવાદીઓ પર આક્રમક વલણથી નિયંત્રણ કરવાનો કોંગ્રેસ પક્ષે સંકલ્પી કર્યો છે.

 

ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયેલી ધારાસભ્યોની બેઠકમાં આગામી વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાષ્ટ્રીય નેતુત્વ ગુજરાતના નવા પ્રભારીની તાકીદે નિયુક્તિ કરવાની માંગણી ઉપરાંત પ્રશાંત કિશોરની નિમણૂંક અંગેની પણ ચર્ચા થઇ હોવાનો પરેશ ધાનાણીએ એકરાર કર્યો હતો.

(11:47 pm IST)