Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારનો ACB એ વહીવટ ઉંધો પાડ્યો:47,500 ની લાંચ લેતા રંગેહાથ પકડાયો

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાક્ટનાં કામો રાખવા બાબતે લાંચ લેતા વહીવટદાર ઝડપાયો છે,  રૂપિયા ૪૭૫૦૦ ની લાંચ લેતા એન્ટી કરપ્શનને દબોચી લીધો છે
કોન્ટ્રાક્ટ નાં કામો રાખવામાં લાંચ સ્વીકારતા ઝાડેશ્વર ગ્રામ પંચાયતનો વહીવટદાર ઝડપાયો છે
ઝાડેશ્વર ગામ પંચાયતનો વહીવટદાર રાજેશ પટેલ લાંચ લેતા એન્ટીકરપ્શનના સકંજામાં છે,
ગ્રામ પંચાયતનાં સરપંચની ટર્મ પૂર્ણ થતાં વહીવટદાર તરીકે નિમણૂંક કરાઈ હતી

(9:28 pm IST)