Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગુજરાતમાં હવે ઓરિજનલ મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન જ મળશે

રાજય સરકારનો નિર્ણય : આ નિર્ણયથી નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ પેમેન્‍ટ કરીને રાજય સરકારની મહેસૂલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in અથવા https://garvibeta.gujarat.gov.in ઉપર ઉપલબ્‍ધ ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્‍ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટિફિકેટની ઉપલબ્‍ધ રેકર્ડ આધારિત ખરી નકલ ઓનલાઈન મેળવી શકાશે

અમદાવાદ, તા.૨૧: ગુજરાતમાં હવે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્‍ધ કરાવાશે. આ અંગે ગાંધીનગરના લગ્નોના રજીસ્‍ટ્રાર જનરલ- નોંધણી સર નિરીક્ષક દ્વારા પ્રેસ રીલિઝમાં જણાવાયું છે. આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજિયાતપણે બંધ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજય સરકારના આ નિર્ણયથી નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ-પેમેન્‍ટ કરીને રાજય સરકારની મહેસૂલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in અથવા https://garvibeta.gujarat.gov.in ઉપર ઉપલબ્‍ધ ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્‍ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટિફિકેટની ઉપલબ્‍ધ રેકર્ડ આધારિત ખરી નકલ ઓનલાઈન મેળવી શકાશે

નોંધનીય છે કે, ઓનલાઇન અરજી માટે http://stampsregistration gujarat.gov.in વેબસાઈટ પર માર્ગદર્શિકા ઉપલબ્‍ધ છે. રાજય સરકારના આ મહત્‍વના પ્રજાલક્ષી નિર્ણયથી મોટી સંખ્‍યામાં નાગરિકોને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધી ઇન્‍ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્‍ટ ૧૮૭૨ હેઠળ નોંધણી થયેલા અસલ લગ્ન સર્ટિફિકેટ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરની કચેરીમાં જમા થાય છે. આ કાયદા હેઠળ નાગરિકો દ્વારા લગ્ન નોંધણીના સર્ટિફિકેટની ખરી નકલ મેળવવા નોંધણી સર નિરીક્ષક કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ આવવું પડતું હતું. આ નિર્ણયથી નાગરિકોના સમય અને રૂપિયા બંનેની બચત થશે.

(10:08 am IST)