Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

નેશનલ ગેમ્‍સમાં ઉદ્‌ઘાટનમાં સલમાન, શાહરૂખ, માધુરી દીક્ષિત હાજર રહેશે

નેશનલ ગેમ્‍સના ઉદ્‌ઘાટનની તૈયારીઓ શરૂ : મોટેરા સ્‍થિત નરેન્‍દ્ર મોદી આંતરરાષ્‍ટ્રીય સ્‍ટેડિયમમાં નેશનલ ગેમ્‍સઃ ઉદ્‌ઘાટન સમારોહમાં જાણીતા ક્રિકેટર, વોલીબોલના ખેલાડીઓ, ફિલ્‍મી સિતારા આવશે

નવી દિલ્‍હી,તા. ૨૧ : આગામી તા.૨૯મીના રોજ અમદાવાદના મોટેરા સ્‍થિત નરેન્‍દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્‍ટેડિયમ પર યોજાનારી નેશનલ ગેમ્‍સ સ્‍પર્ધાની વ્‍યવસ્‍થા સાથે સાત દિવસ ચાલનારા આ નેશનલ ગેમ્‍સ માટેના અમદાવાદના સાત સ્‍થળોની જવાબદારી પણ અમદાવાદ મ્‍યુનિ. કોર્પોરેશનને સોંપવામાં આવી છે. ઉદ્દઘાટન સમારોહમાં બોલિવુડના જાણીતા કલાકારો તથા ક્રિકેટ, વોલીબોલના જાણીતા ખેલાડીઓને આમંત્રણ અપાયા છે. આ કલાકારો અને ખેલાડીઓ હાજર રહે તેવી શક્‍યતા છે.

આ સ્‍થળોમાં ખાનપુર રાઇફલ કલબ, કાંકરિયા સ્‍થિત ટ્રાન્‍સ સ્‍ટેડિયા, સાબરમતી રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર, મણિપુર સ્‍થિત સંસ્‍કારધામ, બાવળા નજીકના કેન્‍સવિલે ગોલ્‍ફ કલબનો સમાવેશ થવા જાય છે જયારે અન્‍ય સ્‍થળ મહાત્‍મા મંદિર અને આઇ.આઇ.ટી. કેમ્‍પસની જવાબદારી ગાંધીનગર મ્‍યુનિ. કોર્પોરેશનને સોંપવામાં આવી છે.

મ્‍યુનિ, સૂત્રોના જણાવ્‍યા અનુસાર ૨૯મીએ યોજાનારા નેશનલ ગેમ્‍સના ઉદ્‍ઘાટન સમારોહમાં દેશભરના ખ્‍યાતનામ એવા ક્રિકેટર, વોલીબોલ, બેડમિન્‍ટન, કુસ્‍તી ખેલના ખેલાડીઓ અને ફિલ્‍મ ક્ષેત્રના લોકપ્રિય સિતારાઓ પૈકી કેટલાંક યુવાન સિતારાઓ હાજરી આપનાર છે. સંભવતઃ સલમાન ખાન, શાહરુખ, રણબીર કપૂર, અજય દેવગણ, અનુપમ ખેર ઉપરાત અભિનેત્રીઓમાં કંગના રનોટ, કિરણ ખેર અને માધુરી દીક્ષિત આવશે એમ મનાય છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૩૬ના ઓલિમ્‍પિક ખેલકૂદ માટે ગુજરાતના યજમાનપદનો ઓલિમ્‍પિક કમિટીએ સ્‍વીકાર કર્યો છે. પરિણામે નેશનલ ગેમ્‍સનો ખેલમહાકુંભ ભવ્‍યાતિભવ્‍ય બનાવવાનો રાજય સરકાર અને ગુજરાતની આઠે આઠ મ્‍યુનિ. કોર્પોરેશનોને દિલ્‍હી હાઇકમાન્‍ડે આદેશ આપ્‍યો છે.

(11:27 am IST)