Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઉમરગામ ૪ ઇંચ, પારડી ૩.૫ ઇંચ, અને વાપી ૩ ઇંચ

મેઘરાજાનાં વિદાયનાં ભણકારા વચ્‍ચે સાઉથ ગુજરાતમાં ભારે વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ આ સીઝનમાં મેઘરાજા મન મૂકીને વરસતા વરસાદનો સરેરાશ કોટો પૂરો થયો છે અને એમના વિદાય ની વાતો વચ્‍ચે મેઘરાજા સાઉથ ગુજરાતમાં હજુ પણ વરસી રહિયા છે.

રાજ્‍યનાં માત્ર ૬ જીલ્લાનાં ૧૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્‍યારે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને આજે સવારે ૧૦ કલાકે ૩૪૨.૫૬ ફૂટે પહોંચી છે, ડેમમાં ૧૧૫૫૬૧ કયુસેક પાણીના ઇન્‍ફલો સામે ૧૫૦૪૮૪ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ફ્‌લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો... ઉમરગામ ૧૦૬ મીમી, પારડી ૮૮ મીમી, વાપી ૭૮ મીમી, વાલોડ ૩૬ મીમી વઘઇ ૩૧ મીમી, કપરાડા અને ઉમરપાડા ૨૯ મીમી, સુબીર ૨૪ મીમી, ડોલવણ ૧૭ મીમી, આહવા ૧૦મીમી, તો ચીખલી અને ધરમપુર ૯ મીમી વરસાદ નોંધાયેલ છે.

(3:33 pm IST)