Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પીઆઇ કુલદીપ ગઢવી દ્વારા ફરી માનવતા દાખવીઃ ગરીબ યુવતિને ન્‍યાય અપાવી જાતે પણ મદદ કરી

અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ રાજકોટના કાર્યકાળ દરમિયાન વૃધ્‍ધ શિક્ષક દંપતિનુ મકાન પચાવનારને પાઠ ભણાવેલ : ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અનેક સામાન્‍ય પરિવારના લોકોની ફી માફી સાથે , ઘર તૂટતા ઉગાર્યા છે

રાજકોટ, તા.૨૧: પોલીસ અને લોકો વચ્‍ચે માટે ભાગે ૩૬નો આક રહ્યો છે, પોલીસ લોકોની ફરિયાદો સાંભળતી ન હોવાનું અને પોલીસને અન્‍ય કમાણી જેવી બાબતમાં રસ દાખવી સામાન્‍ય લોકોની અને તેમાંય ગરીબ પરિવારને તો દાદ પણ દેતી ન હોવાની માન્‍યતા પ્રવર્તે છે, આવા ખારાં રણમાં મીઠી વીરડી જેવા ઘણા પોલીસ સ્‍ટાફ કે અધિકારીઓ છે, જેમનામાં હજુ માનવતા મરી પરવારી નથી, આવા સ્‍ટાફ અધિકારીઓ ઘણા છે, આજે આપણે વાત કરવી છે,મૂળ સૌરાષ્‍ટ્રના અને હાલ અમદાવાદ ખાતે વટવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ કુલદીપ ગઢવીની.           

સુરતની ફરજ દરમિયાન તાપી નદીમા ઝંપલાવી આપઘાત કરવાની કોશિષ કરનાર ગરીબ યુવાનનો જીવ બચાવી તેમની સમસ્‍યા હલ કરનાર કુલદીપ ગઢવી બંદોબસ્‍ત કાર્યની વ્‍યસ્‍તતા દરમિયાન દેવી પૂજક સમાજના એક બહેન મૂંઝાતા મૂંઝાતા આવ્‍યા. માનવીય અભિગમ ધરાવતા કુલદીપ ગઢવી દ્વારા સાવ ગરીબ પરિવારની બહેનને પોતાને ભાઈ સમજી સમસ્‍યા કહેવા જણાવતા, એ  યુવતી દ્વારા સમાજ બહાર અન્‍ય સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ એ યુવતી દ્વારા પોતાને હેરાન કરી ઘર બહાર કાઢી મૂકવામાં આવી હોવાનું અને પોતે બીજે રહી શકે તે માટે પણ મદદ ન કરતા હોવાનું ચોધાર આંશુ દ્વારા જણાવેલ.                          

 આ બાબતે જેમની સામે ફરિયાદ હતી તેવા સાસરિયાં પક્ષને પતિ સાથે તાકીદે બોલાવવા પોલીસ મોકલી, બીજી ટીમને આસપાસ તપાસ કરવા જણાવેલ. દરમિયાન એ યુવતી સાચી હોવાનું જણાતા સાસરિયાં પક્ષ સામે ગુન્‍હો દાખલ કર્યો અને યુવતીને ઘેર પોહચી તાત્‍કાલિક જમી શકે તે માટે રીક્ષા ભાડું આપ્‍યું, વાત નાની પણ તેનો મર્મ મોટો છે.                             

આઇબી વડા સહિત રાજ્‍યના લાંચ રૂશ્વત વિરોધી બયુરોના ઇન્‍ચાર્જ અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમના ઇન્‍ચાર્જ સલામતી વડા અનુપમસિંહ ગહેલોત દ્વારા એક નિવળત્ત શીક્ષક દંપતિનુ માથાભારે શખસો દ્વારા રાજકોટમાં પડાવેલ મકાન અનુપમ સિહ ગેહલોત પોલીસ કમિશનર રાજકોટ હતા ત્‍યારે પોલીસને ખાસ તાકીદ આપી ખાલી કબ્‍જજો અપાવેલ,આ બાબત ખૂબ વાયરલ બનેલ. તાજેતરમાં જૂનાગઢથી અમદાવાદ મુકાયેલા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ અનેક ગરીબ લોકોની ફી માફ કરાંવવા સાથે પારિવારિક સમાધાન કરાવેલ છે, આતો દ્રષ્ટાંત છે,ઘણા પોલીસ અધિકારી સ્‍ટાફ આજે પણ માનવતા ભૂલ્‍યા નથી.

(3:41 pm IST)