Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રૈયા ગામ પાસે મોબાઇલના હપ્તા બાબતે અભીષેક રામાનુજને ૪ શખ્સોએ મારમાર્યો

યુનિવર્સિટી પોલીસ મથકમાં મેઘદીપસિંહ વાઘેલા, પાર્થ તથા બે અજાણ્યા સામે ગૂન્હો

રાજકોટ તા.ર૧ : રૈયા ગામ પાસે મોબાઇલ ફોનના હપ્તા બાબતે ફાયનાન્સ કંપનીના કર્મચારીને ચાર શખ્સોએ મારમાર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ ચંદનપાર્ક મેઇન રોડ પર બાપાસીતારામ ચોક, અમૃતા એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૧૦માં રહેતા અને જે.એમ.હાઉસીંગ ફાયનાન્સમાં રીલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરતા અભીષેક મહેન્દ્રભાઇ રામાનુજ (ઉ.૩૦) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં મેઘદીપસિંહ વાઘેલા, પાર્થ, અને બે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. અભિષેકે ફરીયાદમાં જણાવ્યું છે.

ગઇકાલે પોતે તથા મીત્ર અશ્વીનભાઇ આહીર બંને રૈયા ચોકડીથી આગળ રૈયાગામ તરફ જતા રોડ પર એસ. બી. આઇ. ના એ.ટી.એમ. પાસે હતા ત્યારે મિત્ર અશ્વીનભાઇએ મેઘદીપસિંહને મોબાઇલ પર ફોન કરી કહેલ કે 'તમે એસ. બી. આઇ.ના એ.ટી.એમ. પાસે આવતો તમારો બજાજ ફાઇનાન્સનો જે અભિષેક મોબાઇલ ખરીદ કરેલ છે તેનો હપ્તો આપી દઇએ' બાદ આ મેઘદીપસિંહ વાઘેલાએ જણાવેલ કે 'અમે તમારા ઘરે હપ્તો લેવા માટે આવેલ છીએ' જેથી પોતે કહેલ કે 'તમે અહી આવો  હું તમને પૈસા આપી દઇસ બાદ થોડીવારમાં હું એસ. બી. આઇ.ના એ.ટી.એમની સામે રોડ પાસે ઉભેલા હતો. ત્યારે સામેથી મેઘદીપસિંહ વાઘેલા પોતાની પાસે આવેલ અને કહેવા લાગેલ કે 'હવે તરા આ પૈસા જોતા નથી તને જાનથી મારવો છે' તેમ કહી પોતાની સાથે ઝપાઝપી કરી ઝાપટ મારવા લાગ્યો હતો. અને તેના મિત્ર પાર્થ તથા બે અજાણ્યા શખ્સોએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઝપાઝપી થતા પોતે ગળામાં પહેરેલ સોનાની મળા જે કયાંક પડી ગઇ હતી.

આ બનાવનું કારણ એ છે કે પોતે બજાજના કાર્ડ ઉપર મોબાઇલ ખરીદ કર્યો હતો. જેના બે હપ્તા બાકી હતા અને એક હપ્તો ચૂકાઇ ગયો હતો જેનો ખાર રાખી આ મેઘદીપસિંહ વાઘેલા તથા તેનો મિત્ર પાર્થ સહિત ચાર શખ્સોએ મારમાર્યો હતો. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી હેડ કોન્સ કે.આર.ચુડાસમાંએ તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)