Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

માઇનસ ડિગ્રી તાપમાનમાં કડકડતી ઠંડીમાં પંચમહાલના કાલોલના યુવાનોની લેહ લદ્દાખમાં રાસ-ગરબાની રમઝટ

13862 ફુટની ઉંચાઇએ ‘કૃષ્‍ણ ભગવાન હાલ્‍યા દ્વારકા...' ગીતની રમઝટ બોલાવી

પંચમહાલઃ પંચમહાલના કાલોલના યુવાનો લેહ લદ્દાખમાં માઇનસ ડિગ્રી તાપમાનની ઠંડીમાં ગરબે રમ્‍યા હતા. ‘કૃષ્‍ણ ભગવાન હાલ્‍યા દ્વારકા...' ગીતના તાલે ગરબા રમતા યુવાનોનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો છે.

ગુજરાતીઓને ગરબા જીવથી પણ વ્હાલા હોય છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગુજરાતી લોકો ગરબા રમવા લાગે છે. પછી ભલેને ગમે તે જગ્યા હોય. માત્ર નવરાત્રિમાં જ ગરબા જોવા મળે તે જરૂરી નથી. ગુજરાતીઓ તો રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન ગમે ત્યાં ગરમે રમવા લાગે છે. ગુજરાતના ગરબાનો જલવો વિદેશમાં પણ જોવા મળે છે. ત્યારે પંચમહાલના કાલોલના યુવાનોએ લેહ લદ્દાખની મુલાકાત દરમિયાન ગરબા રમ્યા હતા.

13862 ફુટની ઉંચાઈ પર ગરબા

પંચમહાલના કાલોકના યુવાનોએ લેહ લદ્દાખની મુલાકાત દરમિયાન માયનસ ડિગ્રી તાપમાનની કડકડતી ઠંડીમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આ યુવાનોએ "કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકા" ગીતના તાલ પર ગરબા રમ્યા હતા. આ યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લેહ લદાખના પેગોંગ લેક પાસે 13862 ફુટની ઉંચાઈ પર ગરબા રમતા કાલોલના યુવાનોનો વિડિઓ થયો વાયરલ છે.

નોંધનીય છે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં બે વર્ષ પછી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થવાની છે. ગરબા પ્રેમીઓએ ગરબાની તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આ યુવાનોએ લેહ લદ્દાખની કડકડતી ઠંડીમાં ગરબાની રમઝટ બોલાવી હતી.

(4:52 pm IST)