Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

અમદાવાદમાં પાન પાર્લરની આડમાં ડ્રગ્‍સનું વેંચાણઃ 5 લાખના નશીલા દ્રવ્‍ય સાથે પરબત ઝાલા અને ઉશામા બક્ષીની ધરપકડ

ગોવા ગયો ત્‍યારે ડ્રગ્‍સની લત લાગી ગઇ હતીઃ મુખ્‍ય સુત્રધારણ કોણ ? સહિતની દિશામાં તપાસ

અમદાવાદઃ અમદાવાદમાં પોલીસે જોધપુર વિસ્‍તારમાં પાન પાર્લરની આડમાં મેફેડ્રોન ડ્રગ્‍સ વેંૅચતા બે શખ્‍સોને ઝડપી લીધા છે. આરોપી પરબત ઝાલા અને ઉશામા બક્ષી નામના શખ્‍સો પાસેથી ડ્રગ્‍સના જથ્‍થા સહિત સાત લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ કારોબારમાં અન્‍ય કોણ સંડોવાયેલ છે ? તેની પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કાળો કારોબાર ખુબ ચાલી રહ્યો છે. ડ્રગ્સ તથા નશીલા પદાર્થોની હેરાફેરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસે પણ અત્યાર સુધી આવા ઘણા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે અમદાવાદ એસઓજી ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સાથે જોધપુર વિસ્તારમાંથી બે વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી 57 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીએ સાત લાખના મુદ્દા માલ સાથે બંનેની ઝડપી લીધા છે. ડ્રગ્સના બંધાણી બંનેલા બંને વ્યક્તિઓ હવે ડ્રગ્સ વેચતા હતા.

આ બંને આરોપીઓ મેફેડ્રોન ડ્રગ્સ વેચતા હોવાની હકીકત આધારે SOGની ટીમે જોધપુર વિસ્તારમાં રેડ કરી પરબત ઝાલા અને ઉશામા બક્ષીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી ઔડાના મકાનમાં રહેતાં અને પાન પાર્લરની આડમાં MD ડ્રગ્સ વેચતા. પકડાયેલ આરોપી પરબત ઝાલા પાસેથી પોલીસે 23.210 ગ્રામ જેટલુ MD ડ્રગ્સ કબજે કર્યું છે. જ્યારે ઉશામા પાસેથી 33 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી પરબત ઝાલા ગોવા ગયો હતો ત્યાં ડ્રગ્સના રવાડે ચડ્યો અને અમદાવાદ આવી ડ્રગ્સ લેવાની સાથે વેચવા લાગ્યો હતો. મહત્વનું છે કે આરોપી પરબત અગાઉ પરબ દારૂનું કટીંગ પણ કરાવતો. જોકે તે માત્ર તેના પરિચિત વ્યક્તિઓને જ ડ્રગ્સ આપતો જેથી કરી પોલીસના હાથે ઝડપાય ન જાય. પણ ઉશામાં વિરુદ્ધ પોકક્ષો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

3આમ પકડાયેલ બંને આરોપીઓ પાસેથી પોલીસે 57 ગ્રામ જેટલું MD ડ્રગ્સ પકડયું જેની અંદાજીત કિંમત બજારમાં 5 લાખથી વધુ થાય છે જે ડ્રગ્સ કબજે કરી આ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. જોકે પાનપાર્લરની આડમાં ડ્રગ્સ વેચતો પરબત ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી તેમના ડ્રગ્સ ડીલર કોણ છે તે અંગે પૂછપરછ કરવા રિમાન્ડ મેળવવાની તજવી છે પોલીસે હાથ ધરી છે.

(4:52 pm IST)