Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

નડિયાદ એક્સપ્રેસ વે નજીકથી પોલીસે 36 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

નડિયાદ : ખેડા જિલ્લા એલસીબી પોલીસે ખાત્રજ, વડતાલ માંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને તથા નડિયાદ એક્સપ્રેસ ટોલનાકા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડયા હતા. પોલીસે ખાત્રજ માંથી રૂ. ૩૦,૩૦૦ ના દારૂ સાથે બોટલ નંગ ૧૪૪ તથા વડતાલમાંથી રૂ. ૧,૫૦૦ ની ૧૫ બોટલ કબ્જે કરી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન, મહેમદાવાદ તથા ચકલાસી પોલીસે છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ચાર ઇસમોને ઝડપી પાડયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડા એલસીબી પોલીસે નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ ટોલનાકા પાસેથી એક ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ભગવાનભાઈ ઉર્ફે ટીનો કરણભાઈ ભરવાડ (રહે, જશોદા નગર અમદાવાદ) તથા દિલીપ રાવજીભાઈ તળપદા (રહે, નડિયાદ ઢેઢા વાઢીયા) ને ઝડપી પાડયા હતા. પોલીસે ગાડીમાંથી ૨૧૩ લીટર દેશી દારૂ કિંમત રૂ. ૪,૨૬૦ રોકડ રૂ. ૨,૭૦૦ તથા એક મોબાઇલ ફોન રૂ. ૫,૦૦૦ અને ગાડી સહિત કુલ રૂ. ૩,૧૧,૯૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ડેરીવાળા ફળિયામાં રહેતા વસંત રાવજીભાઈ ચૌહાણ ના મકાન પર એલસીબી પોલીસે દરોડો પાડી મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૧૪૪ કિંમત રૂ. ૩૦,૩૦૦ રોકડ રૂ. ૨૩૦ તથા એક મોબાઇલ ફોન સહિત રૂ. ૩૫,૫૩૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો પાલડી તા.નડિયાદનો નિર્મલ મહેન્દ્રસિંહ સોઢા પરમારે આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

(5:23 pm IST)