Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વડોદરામાં પુત્ર સહીત અન્ય પુરુષ સાથે સંબંધ રાખનાર પત્નીના ત્રાસથી પતિએ ફરિયાદ નોંધાવી

વડોદરા: પુત્ર સાથે શારીરિક છેડછાડ કરી અન્ય પુરુષો સાથે પણ પત્નીના સબંધના આક્ષેપ સાથે નિવૃત્ત આર્મી જવાને અદાલતના દ્વાર ખટખટાવતા હરણી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 વડોદરા શહેરમાં સમાજ માટે કલંકરૂપ ઘટના સામે આવી છે. માતા પોતાના પુત્ર સાથે શારીરિક છેડછાડ કરતી હોવાની ફરિયાદ ખુદ તેના પતિએ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલ સરકારી સંસ્થામાં નોકરી કરતા નિવૃત્ત આર્મી જવાનએ અગાઉ અદાલતમાં ફરિયાદ કરી હતી કે, તેની પત્ની બાર વર્ષના પુત્ર સાથે શારીરિક છેડછાડ કરે છે. તેમજ પત્ની અન્ય પુરુષો સાથે પણ સંબંધ ધરાવે છે. દરમિયાન કોર્ટના આદેશનુસાર હરણી પોલીસેઆ મામલે પોકસો હેઠળ ગુનો નોધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

(5:23 pm IST)