Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગુજરાત વિધાનસભાના દિવંગત પૂર્વ-સભ્યોને ૧૪મી વિધાનસભાના ૧૧મા સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ અપાઈ

ગૃહ નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ- વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નિમાબહેન -પ્રતિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સહિત સભ્યોએ પાઠવી દિલસોજીરાજકોટ

તા.૨૧ :૧૪મી ગુજરાત વિધાનસભાના ૧૧મા સત્રના પ્રથમ દિવસે ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહના દિવંગત પૂર્વ સભ્યોના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી સ્વ. ભગુભાઈ ગોમાનભાઈ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. શ્રી તારાચંદ જગદીશભાઈ છેડા, તથા ગુજરાત રાજ્યના પૂર્વ સભ્ય સ્વ. શ્રી સુરેન્દ્રસિંહ નેત્રપાલસિંહ રાજપૂત, સ્વ. શ્રી ઘનશ્યામભાઈ વેલશીભાઈ ઠક્કર, સ્વ. શ્રી ઈશ્વરભાઈ નરસિંહભાઈ વહિઆ, સ્વ. શ્રી મગનસિંહ ચિમનસિંહ વાઘેલા અને સ્વ. શ્રી ભરતભાઈ વશરામભાઈ ખેરાણીના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખોમાં આ સૌ દિવંગત સભ્યોની જાગતિક જન પ્રતિનિધિ અને પ્રજા સેવક તરીકેની સેવા ભાવના, કર્તવ્ય પરાયણતાનું સ્મરણ કર્યું હતું.

વિધાનસભા અધ્યક્ષ ડો.નીમા બહેન આચાર્ય એ પણ દિવંગત પૂર્વ સભ્યોને અંજલિ આપી હતી.

   મુખ્યમંત્રીશ્રીએ આ સૌ દિવંગત સભ્યોના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ એ તેમ જ સત્તા પક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યશ્રીઓએ પણ આ દિવંગત સભ્યોને ભાવાંજલિ આપી હતી.

સમગ્ર સભાગૃહે બે મિનિટનું મૌન પાળીને દિવંગત પૂર્વ સભ્યોના આત્માની શાંતિની પ્રાર્થના કરી હતી.

(5:32 pm IST)