Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગુજરાત વિધાનસભાના ૨ દિવસના સત્રમાં બઘડાટીઃ પ્લે કાર્ડ સાથે વિરોધ કરનારા કોîગ્રેસના ૧૦ ધારાસભ્યો ઍક દિવસ માટે સસ્પેન્ડ

વિધાનસભા બહાર સુત્રોચ્ચાર કરીને જુની પેન્શન યોજના લાગુ કરવા નારા લગાવ્યા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના પ્રથમ દિવસે હોબાળો મચાવતા કોîગ્રેસના ૧૦ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે.
14મી ગુજરાત વિધાનસભાનું અંતિમ બે દિવસીય સત્ર મળ્યુ છે. કોંગ્રેસના 10 ધારાસભ્યોએ વિવિધ માંગોને લઇને પ્રથમ દિવસે હોબાળો કરતા આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાથમાં પ્લે કાર્ડ રાખીને કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. વેલમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ચર્ચા કરવાની માંગ કરી હતી. આંદોલનો ચાલે છે તેની પર ચર્ચા કેમ ના થાય તેમ કોંગ્રેસના ધારાસભ્યોએ સવાલ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ વિધાનસભાની બહાર આવીને કોંગ્રેસે સુત્રોચ્ચાર કર્યા હતા અને જૂની પેન્શન યોજના લાગુ કરો જેવા નારા લગાવ્યા હતા.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યુ કે, ગુજરાતમાં પેપર લીક કરવામાં આવ્યા તેની ચર્ચા કરવા માટે સરકાર પાસે સમય નથી, ગુજરાતમાં દરિયા કાંઠા પર ડ્રગ્સ ઉતરી રહ્યુ છે, ઉડતા ગુજરાત બની રહ્યુ છે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી છે, તેની ચર્ચા કરવા માટે સરકાર પાસે સમય નથી. પોતાને બહુમતીના જોરે પોતે નક્કી કરેલા એજન્ડા મુજબ કામ કરવુ છે. વિધાનસભામાં ગુજરાતના 15 લાખ કરતા વધારે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તેની પર એક કલાક ચર્ચા થવી જોઇએ, તેની સામે અમારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે આખા ગુજરાતના કર્મચારી છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરમાં બેઠા છે, વિપક્ષ તેમણો અવાજ બનવા માંગે છે, બેરોજગારી,મોઘવારી અને ડ્રગ્સને લઇને વાત કરવા માંગે છે. જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માંગે છે. જોકે, સરકાર ચર્ચા કરવા જ તૈયાર નથી. વિપક્ષ જનતાનો અવાજ બનતી રહેશે.
આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ આજ દિવાળી, કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી જેવા નારા પણ લગાવ્યા હતા

(5:35 pm IST)