Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં કુદરતી આફતો સામે ૫૯.૮૧-લાખ ખેડૂતોને રૂ. ૬૬૨૪ કરોડની પાક નુકશાન માટેની સહાય ચૂકવાઈ :કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

બનાસકાંઠા, જામનગર જીલ્લા સહીત રાજ્યમાં જે જે જીલ્લામાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેના સર્વેની કામગીરી ચાલુ

ગાંધીનગર :વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ બનાસકાંઠા અને જામનગર જીલ્લામાં અતિભારે વરસાદના કારણે ખેતીના પાકને થયેલ નુકશાન સામે સહાય બાબતે ટૂંકી મુદતનો પ્રશ્ન પુછેલ હતો.” જેના પ્રત્યુતર આપતા વિધાનસભા ગૃહમાં રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાના મૂલ્યની જણસીઓની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે.  ખેડૂતોને સિંચાઈની પુરતી સગવડ મળી રહી છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવા સમયે ખેડૂતોને નુકશાન સામે વળતર પણ રાજ્ય સરકાર દ્વારા સમયસર પૂરું પાડવામાં આવે છે.

મંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલ નુકશાન સામે ૫૯.૮૧ લાખ ખેડૂતોને રૂ. ૬૬૨૪.૨૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

વર્ષ

પેકેજનું નામ

ખેડૂતની સંખ્યા

ચૂકવેલ સહાયની રકમ રૂ.કરોડમાં

૨૦૧૯-૨૦

કૃષિ સહાય પેકેજ-૨૦૧૯

૩૩.૧૮

૨૪૮૯.૫૮

૨૦૨૦-૨૧

કૃષિ રાહત પેકેજ-૨૦૨૦

૧૯.૦૩

૨૯૦૫.૯૭

૨૦૨૦-૨૧

તાઉતે વાવાઝોડુ-૨૦૨૧

.૯૭

૪૦૯.૬૭

૨૦૨૧-૨૨

કૃષિ રાહત પેકેજ-૨૦૨૧  ફેઝ-

.૨૧

૪૪૨.૮૭

૨૦૨૧-૨૨

કૃષિ રાહત પેકેજ-૨૦૨૧  ફેઝ-

.૬૮

૩૭૬.૧૭

કુલ

૫૯.૮૧

૬૬૨૪.૨૬

  

 બનાસકાંઠા, જામનગર જીલ્લા સહીત રાજ્યમાં જે જે જીલ્લામાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેના સર્વેની કામગીરી ચાલુ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોના ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલ છે તેવા વિસ્તારોના સર્વે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને થયેલ નુકશાની સંદર્ભે સહાયપાત્ર ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવશે

(6:33 pm IST)