Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો :નવા 144 કેસ નોંધાયા:વધુ 159 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.027 થયો :કુલ 12.61.663 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.36.031 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1096 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 144 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 159 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,61.663 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,027 છે,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.05 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 1.36.031 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,60.85.280 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 1096 એક્ટિવ કેસ છે. જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1090 દર્દીઓ સ્ટેબલ છે.  .

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 144 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 37 કેસ, સુરત કોર્પોરેશનમાં 36 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 15 કેસ, ગાંધીનગરમાં 8 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ,ગાંધીનગર કોર્પોરેશન,કચ્છ, નવસારી,પંચમહાલ, સાબરકાંઠા,સુરત, વલસાડમાં 3-3 કેસ,અમરેલી,ભરૂચ,નર્મદા,રાજકોટ,અને વડોદરામાં 2-2 કેસ, અમદાવાદ, આણંદ ,ભાવનગર,ભાવનગર કોર્પોરેશન, છોટાઉદેપુર, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન,મહેસાણા અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:35 pm IST)