Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

આડા સંબંધોના પાપે મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારમાં આવેલ નાની ભુગેડી ગામે માતાએ પોતાના ૪ વર્ષના માસૂમ પુત્રને માથામાં પથ્થરના ઘા મારી હત્યા કરી

ચાર વર્ષના માસુમ પુત્રની માતાએ પોતાના આડા સંબંધો જાળવી રાખવા માટે બેરહેમીથી કાંટાની જેમ ખૂંચતા સગા  પુત્રના માથામાં પથ્થરના ઘા મારી હત્યા કરી નાખતા ભારે અરેરાટી સર્જાયેલ છે. હત્યા કર્યા પછી આ ક્રૂર માતા તેના પ્રેમી પાસે ભુજ ભાગી ગઈ હતી.

મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારમાં આવેલા નાની ભુગેડીની સીમમાં કુમળા બાળકનો મૃતદેહ મળી આવેલ. બાળકના માતા પિતા અને અન્ય એક ભાઈ મજુરી કામ અર્થે ભુજ ગામે રહી પરિવારનું ભરણપોષણ કરતા હતા.

પરંતુ માતા સવિતાના કચ્છના યુવાન સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા. પતિને જાણ થતા પતિ પત્ની સહિત પોતાના બે બાળકોને લઈ પોતાના નાની ભુગેડી આવેલ. સવિતા વારંવાર ભુજ જવાનું કહેતિ, પણ પતી માન્યો નહિ. અંતે  માસૂમ પુત્રની હત્યા કરી માતા પોતાના પ્રેમી પાસે ભુજ જતી રહી હતી. પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી છે.

(8:49 pm IST)