Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડિંગની લિફ્ટમાં 15 વર્ષીય કિશોરીની છેડતી:વિકૃત યુવકની ધરપકડ

યુવકે બાળકીની સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું જેને લઇ કિશોરી ગભરાઈ ગઈ

સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે.બિલ્ડીંગના લિફ્ટમાં 27 વર્ષીય યુવક દ્વારા કિશોરી સામે અસલી હરકતો કરી છેડતી કરી હતી. આ ઘટનાને પગલે અડાજણ પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે છેડતી કરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય એક કિશોરી સાથે વિકૃત માનસિકતા ધરાવતા યુવકે બિલ્ડીંગના લિફ્ટમાં છેડતી કરી હતી. 27 વર્ષીય સાગર પટેલ નામના વિકૃતિ યુવકે લિફ્ટમાં 15 વર્ષીય કિશોરીની સામે અશ્લીલ હરકતો કરી હતી.કિશોરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી ત્યારે વિકૃત યુવક પણ અંદર ઘૂસી ગયો હતો.લિફ્ટમાં બાળકી અને યુવક જ હતા.

આ દરમિયાન કિશોરીની એકલતાનો લાભ લઈ યુવકે તેની સામે ગંભીર અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું યુવકે બાળકીની સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું જેને લઇ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી બાદમાં કિશોરીએ રડતા રડતા સમગ્ર હકીકત ઘરે જઈ તેના માતા પિતાને કહી હતી ઘટનાની ગંભીરતાને જોતા માતા પિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે કિશોરીની ફરિયાદ લઈ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

15 વર્ષીય કિશોરી દ્વારા રડતા રડતા સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવી હતી. પોતાની દીકરીની વાત સાંભળી માતા પિતામાં યુવક સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે લિફ્ટમાં સીસીટીવી હતા. ત્યારે બાળકીની વાત સાચી છે કે ખોટી તે જાણવા લિફ્ટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જ્યાં લિફ્ટના સીસીટીવી ચેક કરતાની સાથે જ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અને યુવકની તમામ હરકત સીસીટીવીથી સામે આવી ગઈ હતી. યુવકની અશ્લીલતાના પુરાવા સાથે માતા-પિતા અડાજણ પોલીસ મથક ગયા હતા.

આ વિકૃત યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ વિકૃત યુવક સાગર પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ખાસ કરીને મહિલાઓ કે બાળકીઓ છેડતી ,બળાત્કાર જેવા કિસ્સાઓમાં ગુનાઓ કરનાર શિક્ષિત વર્ગના આરોપીઓ નથી હોતા પરંતુ અડાજણમાં કિશોરી સાથે છેડતીના આ બનાવમાં શિક્ષિત યુવક દ્વારા આવી હરકત કરવામાં આવી છે. અશ્લીલ હરકત કરનાર સાગર પટેલ ખાનગી મલ્ટી નેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરે છે.

(10:18 pm IST)