Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વડોદરામાં એમ.એસ.યુનિ. અને નવરચના યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ શરદપૂનમની રાત્રિમાં ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા

ગરબા રમ્યા બાદ દૂધ-પૌઆનું પણ આયોજન કરવામાં આવેલ

 

વડોદરા: શહેરના વાસણા-ભાયલી વિસ્તારમાં આવેલ નવરચના યુનિવર્સિટી દ્વારા શરદપૂનમ નિમિતે નવખૈલૈયાનું આયોજન કરવામાં આવેલ. ગરબાનું આયોજન યુનિવર્સિટીના પરિસરમાં જ રાખવામાં આવેલ અને તમામ કોરોનાની ગાઈડલાઈનું પાલન કરીને 400 લોકોની મંજૂરી સાથે ગરબાનું આયોજન કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહભેર શરદપૂનમની રાત્રિમાં ગરબે ઘુમતા નજરે ચડ્યા.હતા

શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવેલ. જે હરણી વિસ્તારમાં આવેલ જે.એમ.હોલ ખાતે આયોજિત કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ દ્વારા એક નવા ઉદેશ્યથી ગરબા રમવામાં આવેલ. જેમાં મુખ્ય ધ્યેય એ હતો કે, લોકોમાં વેક્સિનેશનની જાગૃતિ આવે અને આપણો દેશ કોરોનોના મુક્ત બને. તથા ગરબા રમ્યા બાદ દૂધ-પૌઆનું પણ આયોજન કરવામાં આવેલ.

(11:01 pm IST)