Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ભારત-તિબ્‍બત સંઘમાં પ્રદેશ ઉપાધ્‍યક્ષ પદે યુવા વિભાગમાં ડો.અર્જુન દવે નિમાયા

રાજકોટ તા. ર૧ :.. ભારત અને તિબ્‍બતના ધાર્મિક, સાંસ્‍કૃતિક, ભૌગોલિક અને રાષ્‍ટ્રીય સુરક્ષા મુદે સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી ભારત તિબ્‍બત સંઘ સંસ્‍થા દેશના બૌધ્‍ધિક વર્ગ દ્વારા સંચાલીત સ્‍વદેશી અપનાવો, બોયકોટ ચાયના અને કૈલાશ માનસરોવર મુકિત માટે સમગ્ર દેશમાં કાર્યાન્‍વિત છે. સમાજના વિવિધ વર્ગને જાગૃત કરી રાષ્‍ટ્રીય વિકાસ, ધાર્મિક-સાંસ્‍કૃતિક વિકાસ અને સુરક્ષામાં સિંહ ફાળો આપવા પ્રયત્‍નશીલ બી. ટી. એસ. સંગઠનના રાષ્‍ટ્રીય અને ગુજરાત પ્રાંતના હોદેદારોએ સર્વ સંમતિથી સમગ્ર દેશને કાર્યક્ષેત્ર બનાવી સેવા, શિક્ષણ અને પ્રકાશન ક્ષેત્રે કાર્ય કરતા ડો. અર્જુન દવે, પ્રેસિડેન્‍ટ વેદાંત ફાઉન્‍ડેશન અને વેદાંત એજયુકેશનલ સર્વિસીસની, બિટીએસ યુવા વિભાગ, પ્રદેશ ઉપાધ્‍યક્ષ તરીકે વરણી કરી છે.
આ તકે ઉલ્લેખનીય છે કે ડો. દવે સ્‍વદેશી અપનાવોની ઝૂંબેશમાં ર૦૧૪ થી કાર્યાન્‍વિત છે અને હજારો યુવાનો સુધી સ્‍વદેશી અપનાવોની અપીલ પહોંચાડી ચુકયા છે. બિટીએસ યુવાના પ્રદેશ અધ્‍યક્ષ તરીકે ચિરાગ શેટ્ટની વરણી થઇ છે. આ તકે બિટીએસના રાષ્‍ટ્રીય અને પ્રાંત અધિકારીઓએ ડો. અર્જુન દવે અને ચિરાગ શેટ્ટને અભિનંદન પાઠવ્‍યા છે.
ભાવેશ જોશી, ડો. મૃણાલિની ઠાકર, ડો. કાશ્‍મીરા મેહતા અને અન્‍ય પદાધિકારીઓએ ડો. દવેની નિમણુંકથી યુવાનો સુધી રાષ્‍ટ્રીય મુદાઓ સાથે બીટીએસ જલ્‍દી પહોંચી શકશે એવી આશા વ્‍યકત કરી છે. ડો. અર્જુન દવેને વેદાંત ફાઉન્‍ડેશનના કાંતિ પટેલ, રાજ સોની અને ડો. પરેશ જોટગીયાએ શુભેચ્‍છાઓ પાઠવી છે.

 

(10:41 am IST)