Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

એસટી કર્મચારીઓનો સાતમા પગાર પંચનો ત્રીજો બાકી હપ્તો ૧ નવેમ્બર પહેલા ચૂકવાશે : કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા કર્મચારીને પણ લાભ

ગત મધરાતથી શરૂ થનાર બેમુદતી હડતાલ પાછી ખેંચાઇ : તમામ રૂટો મધરાતથી યથાવત : આશ્રિતોને નાણાકીય સહાય - એકસ ગ્રેસિયા બોનસ - મોંઘવારી ભથ્થુ - હક રજાનું ચૂકવણુ : ડ્રાઇવર - કંડકટરના પે-ગ્રેડમાં પણ સુધરો થશે

રાજકોટ તા. ૨૧ : રાજ્ય એસટી કર્મચારીના ત્રણેય યુનિયનોની બનેલી કમિટિ અને સરકારના વાહન વ્યવહાર - નાણાખાતાના મંત્રીઓ - હાઇલેવલ અધિકારીઓ વચ્ચે ગત મોડી રાત્રે માંગણીઓ અને આંદોલન પ્રશ્ને સુખદ સમાધાન થતા ગત રાત્રે ૧૨ વાગ્યાથી શરૂ થનાર બેમુદતી હડતાલ - માસ સીલએલનો અંત આવ્યો છે. સરકારે મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધાનું યુનિયન આગેવાનશ્રી વેકરીયાએ 'અકિલા'ને જણાવ્યું હતું.

તેમણે માંગણીઓ સ્વીકારાઇ તે અંગે નીચેની વિગતો - મુદ્દાઓ જાહેર કર્યા હતા.

સંકલન સમિતિ જિંદાબાદ સાતમા પગાર પંચ નો છેલ્લો ત્રીજો બાકી હતો રૂપિયા ૨૦૦ વોલ્ટ ૮૫ કરોડ નો તારીખ ૧ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ચૂકવી આપશે. વર્ષ ૨૦૧૧ પહેલા અવસાન પામેલ કર્મચારીના આશ્રીતોને નિગમના પ્રવર્તમાન અને હાલ ની જોગવાઈ પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે અને આવી સહાય વર્ષવાર ત્રણ ગ્રુપ બનાવી આપવામાં આવશે. ૧-૪-૨૦૧૬ થી આશ્રિતોને નોકરી ની અવેજીમાં નિગમના પ્રવર્તમાન નિયમો મુજબ નાણાકીય સહાય ચુકવેલ છે તે કાયમી રાખવામાં આવશે.

વર્ગ-૪ના ૨૦૧૮-૧૯ ૨૦૧૯-૨૦ માટે એકસ ગ્રેસિયા બોનસ તારીખ ૧લી નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ચૂકવવામાં આવશે

ફિકસ પગારના કર્મચારીઓને કર્મચારી ના અવસાન બાદ તેમના આશ્રિતોને સરકાર શ્રી ના ઠરાવની જોગવાઈ મુજબ ચાર લાખની નાણાકીય પેકેજની સહાયની મંજુરી આપવામાં આવેલી છે. કોરોના કાળ દરમિયાન ચાલુ સેવાએ કોરોનાના સંક્રમણથી અવસાન પામેલ કર્મચારીને કેસની વિગતો ચકાસીને પાત્રતા ધરાવનારને તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૨૧ સુધીમાં ચૂકવી આપવામાં આવશે

મોંઘવારી ભથ્થામાં ૫% ની અસર પહેલી નવેમ્બર ૨૦૨૧ એટલે કે ઓકટોબર પેડ ઇન નવેમ્બર ૨૦૨૧ થી આપવામાં આવશે અને એરિયર્સની રકમ તબક્કાવાર સમયાંતરે ચૂકવવામાં આવશે. કોરોના કાળ દરમિયાન ચાલુ સેવાએ કોરોના સંક્રમણથી અવસાન પામેલ ફિકસ પગારના કર્મચારીને કેસ ની વિગત ચકાસીને પાત્રતા ધરાવનારને તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૨૧ સુધીમાં ચૂકવી આપવામાં આવશે.

કંડકટર નો ગ્રેડ પે ૧૬૫૦ ને બદલે ૧૮૦૦ અને ડ્રાઇવરનો ગ્રેડ પે અઢારસો ને બદલે ૧૯૦૦ તારીખ ૧ નવેમ્બર ૨૦૨૧ ની અસરથી સ્વીકારવામાં આવે છે. નિવૃત્ત્। કર્મચારીઓને હક રજાનું રોકડમાં ચુકવણું હાલની પ્રથા મુજબ ચૂકવવામાં આવશે અને ચાલુ કર્મચારીઓ નું ચુકવણું પહેલી નવેમ્બર ૨૦૨૧ સુધીમાં કરવામાં આવશે.

(11:00 am IST)