Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

નર્મદા જિલ્લાના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો દ્રારા DDO, TDO ને પડતર પ્રશ્નો બાબતે આવેદન આપવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો ની પડતર માંગણીઓનું લાંબા સમયતની રજૂઆતો બાદ પણ કોઈજ નિરાકરણ ન આવતા આજરોજ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજુઆત કરાઈ છે.
આ રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યની પાયાની અને સરકારની તમામ ડિજિટલ કામગીરીની અમલવારી કરી કામગીરી કરતા વી.સી.ઇ ( ઇ - ગ્રામ )ની માંગણીઓ છેલ્લા ૨૦૧૫ થી સરકાર સમક્ષ કરવામાં આવેલ છે,આ ડિજિટલ કામગીરી કરતાં વી.સીઇ ૨૦૦૬ થી મિશન બેજ થી કામગીરી કરતા હોય પગાર ધોરણ આપવામાં આવેલ નથી .જેથી પગાર ધોરણ લાગુ થાય એ માટે વીસીઇ મંડળ દ્વારા અવારનવાર રજુઆતો કરવામાં આવેલ છે તેમજ ૨૦૨૦ માં વી.સી.ઇ મંડળ દ્વારા હડતાલનું એલાન કરેલ જેના અનુસંધાને ડે. મુખ્યમંત્રી દ્વારા વી.સી.ઇ પ્રશ્નો અને માંગણીઓ નું નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવશે. એવી મૌખીક બાહેંધરી આપવામાં આવેલ હતી . જેથી હડતાળ પરત ખેંચી લીધેલી અને કામગીરી ચાલુ કરીને ફરજ પર હાજર થયેલ, મંડળ દ્વારા સતત ૨૦૧૬ થી લેખિત રજૂઆતો કરવામાં આવેલ છે . પરંતુ સરકાર દ્વારા અમારું વી.સી.ઈ નું શોષણ અટકે અને કમિશન પ્રથા બંધ થાય એ માટે સકારાત્મક પગલાં ભરેલ નથી . માટે નવી મંડળ દ્વારા અમારા વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ નો સ્વીકાર થાય અને ન્યાય મળે એ લાગણી સાથે વી.સી.ઇ ( ઇ - ગ્રામ ) કર્મચારીઓ દ્વારા ડીડીઓ અને ટીડીઓ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(11:06 am IST)