Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજપીપળા કાળીયાભૂત પાસે NCC ના ટેમ્પોએ સાઇકલ સવાર વૃદ્ધ ને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના કાળિયાભૂત મંદિર પાસે એનસીસીના ટેમ્પો સાથે સાઇકલ લઈ જઈ રહેલા વૃદ્ધ નો અકસ્માત થતા વૃદ્ધનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
 બપોરે લગભગ 12 વાગ્યાના સમયે કાળિયાભૂત પાસે એક એનસીસી ટેમ્પોના ચાલક અમિતભાઇ કમલેશભાઈ પટેલ (રહે.અઠવાલાઇન્સ,સુરત ) એ પોતાની પાસેનો આઇસર ટેમ્પો પુરપાટ હંકારી લાવતા સાઇકલ સવાર રાજપીપળા અંબિકા નગર સોસાયટીમાં રહેતા શંભુભાઈ મંગળ ભાઈ ગોહિલ સાથે અકસ્માત કરતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ 108 મારફતે તેમના મૃતદેહને રાજપીપળા સિવિલ લઈ જવાયો હતો,અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફિક જામ સર્જાયું હતું જોકે ટાઉન પોલીસ તાત્કાલિક ત્યાં દોડી આવતા મામલો સંભાળ્યો હતો.પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:17 am IST)