Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ભારતે ૧૦૦ કરોડનો રસીકરણનો લક્ષ્યાંક પાર કરતા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આરોગ્ય સેવાની ટીમને બિરદાવી

રાજકોટઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણ માં ૧૦૦ કરોડ નો લક્ષ્ય પાર કરતાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ આ અવસરે ગાંધીનગરમાં સેકટર ૨ના અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા અને રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી એ આ સિધ્ધિ મેળવવામાં પોતાનું યોગદાન આપનારા આરોગ્ય સેવા કર્મીઓ નું મ્હો મીઠું કરાવી સફળતાની શુભેચ્છા આપી હર્તીં. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ આરોગ્ય કેન્દ્ર માં રસીનો ડોઝ લેવા આવેલા નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો.

(3:53 pm IST)