Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સુરત કોંગ્રેસમાં ભડકો : ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ : કહ્યું પાર્ટીમાં અનુસાશનની કમી: પરિવારવાદ પર લગાવ્યા આરોપ

તારાચંદ કાસટએ લેખિતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું મોકલ્યું

સુરતમાં કોંગ્રેસના પત્તા વિખેરાતા જોવા મળી રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. ઉપપ્રમુખ તારાચંદ કાસટનું કોંગ્રેસના પદેથી રાજીનામું સામે આવ્યું છે. જેને લઈને અટકળો ચાલુ થઇ ગઈ છે. તારાચંદ કાસટએ લેખિતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપ્યું છે. ત્યાર્રે તારાચંદ કાસટે કોગ્રેસ પર કેટલાક ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. કાસટે કહ્યું કે કેટલાક સમયથી કોંગ્રેસમાં અનુસાશનની કમી છે. ત્યારે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસમાં પરિવારવાદ સામે કોઈ કાર્યવાહી નહીં.

 સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ તારાચંદ કાસટે પોતાના રાજીનામા પત્રમાં કોંગ્રેસ પર ઘણા આક્ષેપો લગાવ્યા છે. પત્રમાં જણાવ્યું છે કે પાર્ટીમાં અનુશાસનની કમી છે. આ સાથે જ પરિવારવાદ સામે પાર્ટીમાં કોઈ કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસનું સંગઠન નબળું છે.

(11:33 am IST)