Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગુજરાતમાં અત્યાર સુધી 6.76 કરોડ લોકોનું રસીકરણ : 4.41 કરોડથી વધુ લોકોએ લીધો પ્રથમ ડોઝ:2.35 કરોડથી વધુ લોકોએ બંને ડોઝ લીધા

તાપી, મહીસાગર,જૂનાગઢ, અમદાવાદ જિલ્લામાં 100 ટકા રસીકરણ: 53 તાલુકાઓમાં 100 ટકા થયું રસીકરણ: ગાંધીનગર, સુરત, જૂનાગઢ કોર્પોરેશનમાં 100 ટકા રસીકરણ

અમદાવાદ :  ગુજરાતમાં અત્યાર સુધી 6.76 કરોડ લોકોનું રસીકરણ સંપન્ન થયું છે રાજ્યના 4.41 કરોડથી વધુ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જયારે 2.35 કરોડથી વધુ લોકોએ બંને ડોઝ લીધા છે

રાજ્યના તાપી, મહીસાગર,જૂનાગઢ, અમદાવાદ જિલ્લામાં 100 ટકા રસીકરણ સમાપન થયું છે જયારે રાજ્યના 53 તાલુકાઓમાં 100 ટકા રસીકરણ થઇ ચૂક્યું છે, ગાંધીનગર, સુરત, જૂનાગઢ કોર્પોરેશનમાં 100 ટકા રસીકરણ થાઉં છે રાજ્યના  89.5 ટકા લોકોએ પ્રથમ ડોઝ: 4.41 કરોડથી વધુ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જયારે  2.35 કરોડથી વધુ લોકોએ બંને ડોઝ લીધા છે

(12:05 pm IST)