Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

બોટાદમાં છકડો રિક્ષા ચલાવતા પિતાની બે દીકરીઓ નામ રોશન કર્યું :આર્મીમાં સિલેકટ થતા ખુશીનો માહોલ

બંને દિકરીઓએ દિવસ-રાત મહેનત કરી અને તેમને દેશની સેવા કરવાની તક મળી

બોટાદના રહેવાસી પરબતભાઈ દિવસ રાત છકડો ચલાવીને મહેનત કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. હાલ આમના ઘરમાં આનંદનો માહોલ છે. આ આનંદનો માહોલ એટલા માટે છે કારણકે તેમની બંને દિકરીઓએ તેમનું નામ રોશન કર્યું છે. પરિવારની બંને દિકરીઓએ દિવસ-રાત મહેનત કરી અને આજે તેમને દેશની સેવા કરવાની તક મળી છે

પરબતભાઈની બંને દિકરીઓ નાની હતી ત્યારથી તેઓ રમતગમતમાં હોશિયાર હતી બંને બહેનોને નાનપણથી ઈચ્છા હતી કે તેઓ દેશ માટે કઈક કરે. માતાની છત્રછાયા ગુમાવી હોવા છતા બંને પુત્રીઓમાં ગજબનો આત્મવિશ્વાસ ભરેલો હતો. તેના પિતાએ પુત્રીઓને પ્રોત્સાહિત કરીને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપતા હતા.

રીક્ષા ચલાવીને પિતા બંન્ને પુત્રીઓનું ભરણપોષણ કરતા હતા. પુત્રીઓને ઈચ્છા હતી આર્મીમાં જોડાવાની જેથી તેઓ દિવસ રાત પરિશ્રમ કરીને પુત્રીઓને પ્રેણા આપતા હતા. પિતાની મહેનતને બંને પુત્રીઓએ રંગ લાવી અને તેમને જે કરવું હતું તે તેમણે સાબિત કરીને બતાવ્યું.

બંન્ને બહેનોની મહેનત રંગ લાવી છે અને તેઓ આર્મીમાં સિલેક્ટ થઈ ગઈ છે. જેથી પરિવારમાં હાલ આનંદનો માહોલ છે. સાથેજ સમાજે પણ તેમને અભિનંદન પાઠવીને ખુશી વ્ય્કત કરી છે. બંને બહેનોનું સિલેકશન થઈ જતા તેમણે ગોરકડા ગામનું તેમજ જિલ્લાનું પણ ગૌરવ વધાર્ય છે. સાથેજ આ બંને યુવતીઓ હવે અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે.

(12:15 pm IST)