Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સુરેન્દ્રનગરના રાજપર ગામના તળાવમાં હજારો માછલાઓના મોત : મૃતદેહો નદી કાંઠે આવ્યા:ગ્રામજનોમાં શોકની લાગણી

સાફ સફાઇના અભાવે પાણી ગંદુ અને કેમિકલ યુક્ત બન્યું : સુરેન્દ્રનગર વિકાસ અધિકારી.સરપંચ અને તલાટીનો સંપર્ક સાધી. પાણીના નમૂના લેવા અને લેબ ટેસ્ટિંગ કરવા ગ્રામજનોની માંગણી

સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામમાં આવેલું તળાવ છેલ્લા અનેક વર્ષોથી સાફ સફાઇના અભાવે પાણી ગંદુ બની જવા પામ્યો છે અને કેમિકલ યુક્ત બની જવા પામ્યું છે.જેને લઈને અવાર-નવાર રાજપર ગામમાં આવેલા તળાવમાં જળસંચય પ્રાણીઓના મોત નિપજ્યા છે.

ત્યારે એક જ રાત્રિમાં સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામમાં આવેલા તળાવમાં 20,000થી વધુ માછલીઓના મોત નિપજવા પામ્યું છે.જેને લઈને ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે બીજી તરફ રાજપર ગામમાં રાત્રી દરમિયાન માછલા ના મોત થતાં તળાવ આખું મરેલા માછલા થી ભરાઈ ચૂક્યો છે. જેને લઇને જીવ દયા પ્રેમીઓ અને રાજપર ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તેવા સંજોગોમાં એક જ રાત્રિમાં 20,000 જેટલા માછલાઓ ના મૃતદેહ તળાવ માં તરતા નજરે પડ્યા છે અને અમુક માછલાં આ મૃતદેહો નદી કાંઠે આવી અને દુર્ગંધ ફેલાવી રહ્યા છે જેને લઇને ગ્રામજનોમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ મામલે તાત્કાલિકપણે સુરેન્દ્રનગર વિકાસ અધિકારી તેમજ સરપંચ અને તલાટી નો સંપર્ક સાધી અને પાણીના નમૂના લેવામાં આવે અને યોગ્યતા પૂર્વક કરી લેબ ટેસ્ટિંગ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.

(1:06 pm IST)