Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમદાવાદમાં આતંકવાદી હુમલાની દહેશત

શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેકસ સહિતની જગ્યાએ સુરક્ષા વધારી દેવાઇ તંત્ર એલર્ટ

અમદાવાદ તા. ર૧ : અમદાવાદ શહેરમાં આંતકી હુમલાને દહેશતને લઇને એલર્ટ આપવામાં આવ્યું છ.ે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે શહેરના મોટા શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેકસમાં સુરક્ષા વધારવાની સાથે સાથે સખત ચેકિંગ પણ હાથ ધરવાના આદેશ પણ આપ્યા છે.

આ અંગે બહાર પાડવામં આવેલા જાહેરનામામાં શહેર કમિશનર દ્વારા શહેરના મોલની સુરક્ષા બાબતે જણાવ્યું હતું કે, અમદાવાદના મોલને સુરક્ષાની તકેદારી રાખવા ખાસ સુચનાઓ આપવામાં આવી છ.ે તે ઉપરાંત પોલીસને પણ હાઇ રિઝોલ્યુશન કેમેરાથી લઇને તમામ વાહનોના ચેકિંગ કરવા માટેની પણ સુચનાઓ અપાઇ છે.

મોલમાં  પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરાશે, વાહનની નીચે મિરર દ્વારા  ચેકિંગ હાથ ધરાશે. ઉપરાંત એકસપ્લોસિવ, હથીયાર, સામાનનું પણ મેટલ ડિટેકટર રાખીને ચેકિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત મોલના એન્ટ્રી એકિઝટ પોઇન્ટ પર નાઇઝ વિઝન સાથેના સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે. તેમજ સીસીટીવી મોનિટરિંગ માટે ચોવીસ કલાક કંટ્રોલરૂમ પણ કાર્યરત રાખવાનો રહેશે.

(3:30 pm IST)