Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રસીકરણમાં ગુજરાતની હરણફાળઃ ૪,૪૧,૬પ,૩૪૭ લોકોને પ્રથમ ડોઝ, ર,૩પ,૦૬, ૧ર૯ને બીજો ડોઝઃ કુલ ૬.૭૬ કરોડ

સમગ્ર દેશના રસીકરણમાં ગુજરાતનો ફાળો ૬.૭ ટકાઃ એવોર્ડ એનાયત

ગાંધીનગર તા. ર૧ :.. સમગ્ર દેશમાં અને રાજયમાં તા. ૧૬ મી જાન્યુઆરી ર૦ર૧ ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજય છે. તા. ૩૧ મી જાન્યુઆરી, ર૦ર૧ ના રોજથી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજયમાં શરૂ કરવામાં આવેલ. રાજયમાં રસીકરણ ક્ષેત્રે હરણફાળ ભરવામાં આવી છે.

 

ભારત સરકારની સુચના મુજબ ૧ માર્ચ ર૦ર૧ થી આખા દેશની સાથે, ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪પ વર્ષથી વધુ ઉમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-૧૯ ની રસીકરણ શરૂ કરવામાં આવી છે.  ૧લી એપ્રિલ-ર૦ર૧ થી ૪પ વર્ષથી વધુ ઉમરના વ્યકિતઓને રસી આપવામાં આવી છે. તા. ૧લી મે, ર૦ર૧ ના રોજથી રાજયમાં રાજયના ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લામાં ૧૮-૪૪ વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

ત્યારબાદ ૪થી જુન, ર૦ર૧ ની રાજયના તમાા જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

સમગ્ર દેશમાં આજ દિન તા. ર૧-૧૦-ર૦ર૧, સવારે ૧૦ વાગ્યા સુધી કોવિડ-૧૯ રસીના ૭૦,૮૩, ૧૮,૭૦૩ પ્રથમ ડોઝ અને ર૯,૧૬,૯૭,૦૧૧ બીજો ડોઝ મળીને કુલ ૧૦૦ કરોડથી વધુ રસીના ડોઝ મુકવામાં આવેલ છે. ભારત દેશ દ્વારા મેળવવામાં ગુજરાત રાજયનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. ગુજરાતમાં આજ દિન તા. ર૧-૧૦-ર૦ર૧, સવારે ૧૦ વાગ્યા સુધી રાજયમાં તમામ જૂથોના ૪,૪૧,૬પ,૩૪૭ લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા ર,૩પ,૦૬,૧ર૯ લાભાર્થીઓને બીજો ડોઝ મળી કુલ ૬.૭૬ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવેલ છે એટલે કે સમગ્ર દેશના રસીકરણમાં ગુજરાતનો ૬.૭૬ ટકા થી વધારે ફાળો છે.

રાજયમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ ૬,૮૬,૧૯૧ રસીના ડોઝ આપવામાં આવેલ છે જેમાં દેશમાં મોટા રાજયોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.રાજયમાં કુલ ૧પ,૪૩૬ ગામડાઓ, ૪૯૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩૦ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા પ૩ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યકિતઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા કવરેજ કરવામાં આવેલ છે.

ઇન્ડીયા ટુ-ડે હેલ્થગીરી એવોડર્સ દિલ્હીમાં રજૂ કરવામાં આવ્યા. કેન્દ્રીય આરોગ્ય  અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી મનસુખ માંડવીયા દ્વારા ગુજરાતને રાજય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાનના વિજેતા જાહેર કરી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

(3:31 pm IST)