Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમદાવાદમાં ડેન્ગ્યુએ ભરડો લીધોઃ એક વર્ષમાં કેસમાં પાંચ ગણો વધારો

શહેરમાં ચિકનગુનિયાના પણ કેસ જોવા મળે છે આરોગ્ય તંત્રમાં દોડધામ

અમદાવાદઃ શહેરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે. ગયા વર્ષે આખા વર્ષ દરમિયાન ડેન્ગ્યુના માત્ર ૪૩૨ કેસ નોંધાયા હતા, જયારે આ વર્ષે ફકત ૧૦ મહિનામાં ૧,૯૬૨ કેસ, એટલે કે ડેન્ગ્યુના કેસમાં પાંચ ગણો વધારો થયો છે. બીજી તરફ, શહેરમાં ચિકનગુનિયાના પણ ઘેર ઘેર કેસ જોવા મળી રહ્યા છે. મ્યુનિ.ના આંકડા મુજબ, શહેરમાં ચાલુ મહિને ૧૨૩ ચિકનગુનિયાના કેસ નોંધાયા છે, જયારે સિવિલ, સોલા સિવિલ અને મ્યુનિ. સંચાલિત જુદી જુદી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આ કેસોની સંખ્યા દ્યણી વધારે છે.

(3:32 pm IST)