Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે નવા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પ્રથમ વીસી : અનેકનો ઉધડો લેવાયો : ૧૬ જેટલા મુદ્દા : સાંજ સુધી ચાલશે

રાજયના નવા મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે પોતાની પ્રથમ વીસી મહેસુલના ૧૬ જેટલા મુદ્દાઓ અંગે રાજયભરના કલેકટરો સાથે યોજી છે. નબળી કામગીરી અંગે અનેકનો ઉધડો પણ લેવાયો છે. ઓલ કલેકટર-એડી. કલેકટર-પ્રાંત હાજર રહ્યા છે. વીસી સાંજ સુધી ચાલે તેવી શકયતા છે. ૧૬ મહેસુલી મુદા કે જેની સમીક્ષા-કામગીરી પેન્ડીંગ અંગે ખુલાસા પુછાનાર છે. તેમાં રેવન્યુ ફાઇલ મોનીટરીંગ સીસ્ટમ ૧૦૦ (૬) હેઠળના કેસો -૧૦૮ (પ) હેઠળના કેસો-બીનખેતી-પ્રિમીયમ-હકપત્રક-વીએફ-૬ કાગળોનું સ્કેનીંગ-૧૦૦ દિવસના લક્ષ્યાંક -જમીનના કેસો આરઆઇસી વીજીલન્સ કેસ -કલેકટર દ્વારા પ્રવાસ-રાત્રી મુકામ-જમીન સંપાદન ગણોતધારા-નવી શરતના પ્રકરણો-યુ.એલ.સી. કોર્ટના કેસો ૩ર(૩) ના કેસો નિકાલ-સમીક્ષા સહિતના મુદ્દાઓ આવરી લેવાયા છે.

(3:33 pm IST)