Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

દિવાળીના તહેવારોમાં લોકોને એસ.ટી. બસની મુસાફરી માટે તંત્રનો એકશન પ્‍લાનઃ 1500થી વધુ એકસ્‍ટ્રા બસ દોડાવાશે

આ વર્ષે તહેવારોમાં 6.5 કરોડની આવકનો લક્ષ્યાંક

અમદાવાદઃ ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે.

ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળીને લઈને ST વિભાગે દ્વારા ખાસે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવન વિભાગ દ્વારા વધારાની બસ દોડવવાનો નિર્ણય કર્યો છે જેથી તહેવારોમાં મુસાફરોને કોઈ પણ જાતની હાલકી ભોગવવી ન પડે, એટલું જ નહીં દિવાળીને, ભાઈબીજ, નવા વર્ષના દિવસોમાં પણ મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે 5 દિવસ દરમિયાન 1500થી વધુ એક્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 આ વર્ષે સાડા છ કરોડની આવક થાય તેવો ટાર્ગેટ

 મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલાના ભાવ આસમાને જઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય લોકોના જીવન પર તેવી મોટી અસર પડી રહી છે. વધતા પેટ્રોલ અને ડીઝલાન ભાવના કારણે તેની અસર અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપર પણ પડી રહી છે. જો કે ઈંધણના વધતા ભાવ વચ્ચે મુસાફરો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. જેમાં ST વિભાગે તહેવારોમાં વધારાની બસ દોડાવશે પરતું તેના ભાડામાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. 

ST નિગમ ભાડામાં નહી કરે કોઈ વધારો 

મહત્વનું છે કે કોરોના કાળમાં ST વિભાગને ભારે ખોટ સહન કરવી પડી હતી, લોકડાઉન અને કોરોના સ્થિતિમાં 50 ટકા મુસાફરો સાથે મુસાફરીની છુટ આપવામાં આવતા નેતી આવકમાં ઘટાડો થયો હતો. જો વાત કરવામાં આવે તો ST નિગમને 2019 માં 22 લાખ કિલોમીટર સાથે 5.87 કરોડની આવક થઇ હતી જ્યારે  2020 માં 16.91 લાખ કિમિ સાથે 4.44 કરોડની આવક થઇ હતી, પરતું હવે રાજ્યમા કોરોના કેસ ઘટ્યા છે, અને સંક્રમણ પણ ઓછુ થયું છે ત્યારે હવે આ વર્ષે ST વિભાગને સાડા છ કરોડની આવક થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

દિવાળીને લઇ ST નિગમે એક્શન પ્લાન કર્યો તૈયાર

દિવાળીના તહેવારને લઈને ST વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં 51 મુસાફર હશે તો બસ આપના ઘર કે સોસાયટી પાસેથી ઉપડશે તેવી સ્કીમ શરૂ રાખવામાં આવી છે, એસ.ટી.ની નવતર સ્કીમનો લાભ દિવાળીના તહેવારમાં વતન જતા કારીગરો, મજૂરોને લાભ મળશે, હવે જોવાનું રહ્યું ST વિભાગનો આ નવતર પ્રયોગ કેટલો નફો કરી આપે છે. 

(6:07 pm IST)