Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજ્યના કુટીર અને ગ્રામોઘ્યોગ વિભાગ આયોજીત અમદાવાદમાં આજથી દિવાળી હસ્થકલા મેળાનો ધમાકેદાર પ્રારંભ કરાયો

રાજ્ય ભરના વિવિધ જિલ્લાના હસ્તકલા કારીગરો દ્વારા બનાવાયેલા હાથકલા,ભરતકામ, મોતીકામ,જવેલરી,રંગોળી,માટીના કોળિયા,પટોળા, સાડી,વુલન શાલ,બંધાણી,સહિત અસંખ્ય વસ્તુ અને વેચાલ કમ પ્રદર્શન સવારે 11 થી રાત્રે 8:00 સુધી મેળો ખુલ્લો રહેશે લોકોને નિહાળવા આપીલ

અમદાવાદ:ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સી નો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દશન કરવાનો છે.

COVID - 2019 ની મહામારી અને તેના કારણે લાગુ કરવામાં લોકડાઉનમાં રાજયના આ ક્ષેત્રના કારીગરોના ધંધા-રોજગાર મંદ પડયા હોય સરકારશ્રી ના એક ડગલુ આત્મનિર્ભરતા તરફ લઇ જવાના પગલારૂપે આવા કારીગરો રોજગારી મેળવી આત્મનિર્ભર થઇ ફરી રાબેતા મુજબનું જીવન પંથે આગળ વધે તેવા શુભ આશયથી સરકારશ્રીની ગાઇડ લાઇનન। તમામ નિયમોના પાલન સાથે ઇન્ડેક્ષ્ટ-સી ધ્વારા તા.૨૨-૧૦-૨૦૨૧ થી તા.૦૨-૧૧-૨૦૨૧ દરમ્યાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ ખાતે ''દિવાળી હસ્તકલા મેળા'' નું આયોજન કરવામાં આવેલ છે.

આ મેળામાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉધોગના કુલ ૧૫૦ જેટલા વ્યક્તિગત કારીગરો/હસ્તકલા-હાથશાળ મંડળીઓ/ સ્વૈચ્છીક સંસ્થાઓ/140૦/સખી મંડળો/કલસ્ટર્સનાં કારીગરો ધ્વારા ભાગ લેનાર છે. જેમાં ૧૦ જેટલા રાજય એવોર્ડી કારીગર/નેશનલ એવોર્ડી કારીગરો ધ્વારા જીવંત નિદર્શન પણ કરવામાં આવનાર છે. આ મેળાનો સમય સવારના ૧૧.૦૦ કલાક થી રાત્રિના ૮.૦૦ કલાક સુધીનો રહેશે. જેમાં આ પ્રદર્શન-સહ- વેચાણ હાટમાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, કચ્છી ભરતકામ, બાંધણી, વુલન શાલ, બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા, રોગાન પેઇન્ટીંગ,કોપર બેલ, મડ-મીરર-વર્ક, પટોળા સાડો, લુડીયા વુડ કાર્વિંગ, મોતીકામ, જવેલરી, રંગોળી, માટીના કોડોયા, તોરણ તેમજ ગૃહ સુશોભનની અવનવી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવેલ છે. શહેરીજનો/ મુલાકાતીઓના આકર્ષણ માટે રોજે રોજ કચ્છી ધોડી, પપેટ શો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.

રાજ્યના કુટીર અને ગ્રામોધ્રોગ વિભાગ તેમજ ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા યોજાઇ રહેલાં આ ''દિવાળી હસ્તકલા મેળા” નું ઉદ્ઘાટન શ્રી જગદીશભાઇ વિશ્રકર્મા, માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી, કુટિર ઉધોગ, સહકાર, મીઠા ઉધોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉધોગો, વન પયવિરણ અને કલાઇમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી ધ્વારા તા.૨૨-૧૦-૨૦૨૧ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે કરવામાં આવશે. આઉદઘાટનના પ્રેરક ઉપસ્થિતિમાં કુસુમબેન કૌલ વ્યાસ, ચેરપર્સન, બિઝનેસ વુમન વિંગ કમિટિ, જી.સી.સી.આઇ. તેમજ બેલાબેન શાહ, ચેરપર્સન, મહિલા વિંગ, રાજપથ કલબ તથા અન્ય મહાનુભાવો હાજર રહેશે.

આ સમગ્ર પ્રદર્શન-સહ-વેચાણ હાટનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી, રિન્કેશ પટેલ GAS ના માર્ગદર્શન હેઠળ મેનેજરશ્રી-આર.આર.જાદવના સંકલન ધ્વારા કરવામાં આવેલ છે.અમદાવાદની માયાળુ કલાપ્રેમી જનતાને આ “હિવાળી હસ્તકલા મૅળા' ની મુલાકાત લઇ કારીગરોનેપ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણતક ઝડપી લેવા ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી, રિન્કેશ પટેલ GAS દ્વારા અનુરોધ કર્યો છે.

(8:43 pm IST)