Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજપીપળાની ત્રણ શાળાઓ એક મહિનાથી સીલ મારતા વિદ્યાર્થીઓ લોબીમાં બેસી પરીક્ષા આપવા મજબૂર બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા ની ત્રણ માધ્યમિક શાળાઓ છેલ્લા એક મહિનાથી ફાયર સેફ્ટી ના અભાવે પાલિકા તંત્ર એ સીલ મારેલ હોય બંધ છે અને સરકારી તંત્ર ના આ અવિચારી નિયમ અને તેના અણઘડ અમલ નો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે આ વિદ્યાર્થીઓ શાળા બહાર નીચે બેસી પરીક્ષા આપી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારે શાળા કોલેજ હોસ્પિટલ મોટી હોટેલ વગેરે માં ફાયર સેફ્ટી ફરજીયાત કરી છે અને સ્થાનિક તંત્ર ને જ્યાં ફાયર સેફ્ટી વ્યવસ્થા ના હોય તે બિલ્ડીંગ સીલ કરવા જણાવ્યું છે, રાજપીપલા પાલિકા એ પણ આ મામલે કડક બની શહેર ની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ પૈકી નવદુર્ગા હાઈસ્કૂલ. એમ આર વિદ્યાલય અને સરકારી હાઈસ્કૂલ ની બિલ્ડીંગ ને સીલ કરી દીધી છે પરંતુ આ મામલે પાડા ના વાંકે પખાલી ને ડામ જેવો ઘાટ થયો છે, તેની સીધી અસર વિદ્યાર્થીઓ પર પડી છે જેમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ને શાળા બહાર બેસીને પરીક્ષા ની તૈયારી કરવી પડે છે અને અન્ય બિલ્ડીંગમાં બેસી પરીક્ષા આપવી પડે છે જ્યારે સરકારી હાઈસ્કૂલ ના વર્ગો તો ત્રણ ભાગ માં અલગ અલગ બિલ્ડીંગ માં ચાલે છે વિજ્ઞાન પ્રવાહ તો શહેર થી દૂર બિરસમુંડા ભવન માં ચાલે છે તો દરખાસ્ત કરે એક મહિનો થયો છતાં હજુ ગ્રાન્ટ નથી આવી તો નવદુર્ગા હાઈસ્કૂલ પણ સંચાલક મંડળ ના અન્ય બિલ્ડીંગ માં ચાલે છે.નવદુર્ગા હાઈસ્કૂલ ના કેમ્પસ ડાયરેક્ટર નિમેષ પંડ્યા ના જણાવ્યા મુજબ અમે 40 દિવસ અગાઉ દરખાસ્ત કરી છે પણ હજુ મંજૂરી મળી નથી ત્રીજી શાળા એમ આર વિદ્યાલય ના પણ એજ હાલ છે અને વિદ્યાર્થીઓ એ લોબી માં બેસવું પડે છે ત્યારે સરકારે વિદ્યાર્થીઓના  હિત માં વ્યવહારુ બની ને સિમ્બોલિક સીલ મારી વેકેશન ની મુદત આપી જરૂરી ગ્રાન્ટ ફાળવી શાળાઓ ને ફાયર સેફટી થી સજ્જ કરવી જોઈએ તેવી આશા સેવાઈ રહી છે.

(11:04 pm IST)