Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગંભીર બીમારી છતાં અમદાવાદની કાવ્યા હિંમત ના હારી : અવનવી ડિઝાઇનના દિવા તૈયાર કરી આત્મનિર્ભર બની

સેરીબ્રલ પાલ્સીથી પીડિત કાવ્યાએ કર્યો અંધકારમાં અજવાળું ફેલાવવાનો પ્રયાસ : કાવ્યાના ડિઝાઈન કરેલા દીવાની બજારમાં ખુબ માગ

અમદાવાદની કાવ્યાને ભગવાને જન્મથી જ બીમારીની ભેટ છે.પરંતુ તે બીમારીમાં પણ પોતાની ખુશી શોધીને કાવ્યા આગળ વધવામાં માને છે.અમદાવાદના વાસણામાં રહેતી 17 વર્ષીય કાવ્યા ગંભીર બીમારીથી પીડિત હોવા છતાં ખુદના દમ પર ઉભી થવા માગે છે.અને તે અંધકારના પર્વમાં અજવાળું પાથરવા મહેનત કરી રહી છે.. આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહી છે તેને કલરની પીંછા પકડવામાં પણ તકલીફ પડી રહી છે. પરંતુ તે દિવાળી માટે અવનવી ડિઝાઈના દીવા તૈયાર કરી રહી છે. અને આ પ્રયાસમાં તેને ખુબ સફળતા પણ મળી છે

   કાવ્યાને સેરેબ્રલ પાલ્સી નામની ગંભીર બીમારી છે.. અને આ બીમારી તેને જન્મજાત છે.. સેરીબ્રલ પાલ્સીનો આજ સુધી કોઈ ઈલાજ કે દવા નથી શોધાઈ.. આ બીમારીમાં શરૂઆતમાં વિકસતા મગજમાં થતી ઈજાના ભાગરૂપે જોવા મળતા અલ્પવિકાસ, શરીરમાં તણાવ કે કડકપણું અને અનિયંત્રીત શારીરિક સ્થિતિને ઓળખવામાં આવે છે.. આ મુખ્યત્વે શારીરિક હલનચલનની મુશ્કેલી ધરાવતી બીમારીનો એક પ્રકાર છે. અહીં કાવ્યાને આ બીમારીથી પીડા અને મુશ્કેલીઓ પણ પડી રહી છે.. છતાં તે દીવા ડિઝાઈન કરી પરિવારની મદદ કરી રહી છે.

પ્રેરણાદાયી વાત એ છે કે, કાવ્યા પરિવાર સાથે મળીને રોજના 500 જેટલા દિવા ડિઝાઈન કરે છે. અને આ ડિઝાઈનિંગ દીવા લોકો પસંદ પણ કરી રહ્યા છે.. કાવ્યાએ ડિઝાઈન કરવાની આ કળા પોતાની સ્કૈલમાં સિખી હતી.. કાવ્યાની આ હિંમત લાખો લોકો માટે પ્રેરણા રૂપી છે.. જોકે કાવ્યાની આ બીમારીને લઈને પણ સરકાર અને આપણા વૈજ્ઞાનિકો સંશોધન કરે તેવી તેના માતા-પિતાની માગ છે.. આશા રાખીએ કે, આ બીમારીની પણ વિશ્વના વૈજ્ઞાનિકો દવા શોધશે.. અને કાવ્યા જેવા લાખો પીડિતો આ બીમારીમાંથી ઉભરી શકે

(11:44 pm IST)