Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજપીપળા સિંધીવાડમાં થયેલા ધીંગાણા માં સામ સામી ફરિયાદમાં ૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો.

બંદૂક,તલવાર,તીર,ધારીયુ જેવા મારક હથિયારો વડે હુમલો થયો હોવાની ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ના સિંધીવાડ વિસ્તારમાં એકજ કોમના બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં સામ સામી ફરિયાદ થઈ છે જેમાં ચારીનખાન મહેમુદખાન પઠાણએ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતા મહેબુબ ખાન પઠાણ ત્યાંથી પસાર થતા હતા તે સમયે ઈમ્તિયાઝ અજીજ શેખ કુતરાને પથ્થર મારતા આ પથ્થર ફરીયાદીના પિતાને માથામાં વાગી જતા બંન્ને પક્ષે ઝઘડો થયેલ જેમા સમાધાન કર્યું હતું જે ઝધડાની રીસ રાખી ફરીયાદીના ભત્રીજા અસ્લમ ખાન અલીખાન પઠાણ બંદુક જમા કરાવવા માટે જબાર ખાન મહેમુદખાન પઠાણ સાથે જતા હતા તે દરમ્યાન હસનભાઈ અજીજ શેખ ઈમ્તિયાઝ અજીજ શેખ,હમીદ અજીજ શેખ,અલ્લારખા નજીર મીયા શેખ, મુન્નીબેન શેખ અને શાબેરાબાનું શેખ તમામ રહે.સીધીવાડ એકસંપ કરી અસ્લમ અલીખાન પાસેની બંદુક ખુચવવાની કોશીષ કરતા સહેજાદખાન બંદુક લેવા જતા આરોપી ઓએ હથિયારો વડે હુમલો કરતા ફરીયાદી વચ્ચે પડતા હસન અજીજ શેખે ધારીયુ મારી ગંભીર ઇજા કરી હમીદ અજીજ શેખે તલવાર મારી,મારી નાખવાના ઇરાદા સાથે માથામાં ગંભીર જીવલેણ ઇજા કરી તેમજ સહેજાન પાસેથી બંદુક છીનવી તોડી નાખી અલ્લારખા શેખે તીર ધારણ કરી ઇજા કરી ઇતીયાઝ અજીજ શેખે સહેજાદ ખાન ને લાકડીથી સપાટા મારી ગભીર ઇજા કરી ગુન્હો કર્યો હતો.

જ્યારે આ ધીંગાણા માં ક્રોસ ફરિયાદ આપનાર સાહેરા બાનુ અબ્દુલ હુશેન શેખની ફરિયાદ મુજબ એકાદ વર્ષ ઉપર યારીનખાનના પિતાજી મહેમુદખાન પઠાણ તેમના ધર પાસેથી પસાર થતા હતા તે સમયે ઇસ્તીયાઝ અજીજ શેખે કુતરાને પથ્થર મારતા તે પથ્થર ઉછળીને મહેમુદ ખાન પઠાણને વાગી જતા જેતે વખતે ઝઘડો થયેલ તેની રીસ રાખી જબાર મહેમુદખાન પઠાણ,વાહીયાખાન મહેમુદખાન પઠાણ, સહેજાનખાન અનવરહુશેન સૈયદ, અલીખાન મહેમુદખાન પઠાણ, અસલમ ખાન અલીખાન પઠાણ તમામ રહે.રાજપીપલા સીંધીવાડ નાઓ એક સંપ થઇ આવી જેમાં સહેજાનખાન અનવરહુશેન સૈયદ બંદુક લઇ આવી ઇસ્તીયાઝભાઇ અબ્દુલલતીફ શેખની સાથે જઘડો કરી ગાળા-ગાળી કરતા ફરિયાદી સમજાવવા જતા સહેજાનખાન એ બંદુકનો બટનો ભાગ ફરીયાદીને મારી ગુનો કર્યો હોય રાજપીપળા પોલીસે બંને પક્ષની ફરિયાદ બાદ કુલ 11 વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:48 pm IST)